હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે,,,13 ઓગસ્ટના પ્રદર્શનકારો મોટી સંખ્યામાં એરપોર્ટમાં ઘુસી ગયા.. 

0
63

    અગાઉ હોંગકોંગમાં બ્રિટિશરોનું શાસન હતું. પણ 1997માં બ્રિટને તેનો અખત્યાર ચીનનો સોંપી દીધો , ત્યારબાદ અહીં  ચીનનું દમનકારી શાસન ચાલી રહ્યું છે. તેના અમાનવીય કાનૂનની વિરોધમાં હોંગકોંગના હજારો નાગરિકો પ્રદર્શન- રેલીઓ યોજી રહ્યું છે. 13 ઓગસ્ટે રાતે સરકારવિરોધી આંદોલનકારો મોટી સંખ્યામાં હોંગકોંગના એરપોર્ટ પર ઘુસી ગયા હતા.તેમણે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ  ફરકાવીને રાષ્ટ્રગીત ગાયું હતું. જેના કારણે એરપોર્ટ પર ધાંધલ- ધમાલ થઈ હતી. પોલીસે ભીપર મરચાંનો સ્પ્રે છાંટ્યો હતો. આ ઘાંધલનો કારણે હવાઈ મથકની તમામ ઉડ્ડયન સેવાઓ રદ કરવામાં આવી હતી. કેટલીક સેવાઓ મુલત્વી રાખવામાં આવી હતી. હોંગકોંગમાં ગંભીર ગુનો કરનારા આરોપીને ચીનને સોંપવાના અને ચીનની અદાલતમાં તેના પર કેસ ચલાવવા સંબંધિત કાનૂન(બિલ) નો હોંગકોંગના મોટાભાગના નાગરિકોએ સખત વિરોધ કર્યો હતો. ત્યારથી હોંગકોંગની પરિસ્થિતિ અરાજકતા અને અશાંતિભરી બની છે. ચીનનું દમનકારી શાસન અને તેનું સુરક્ષાતંત્ર હોંગકોંગના નાગરિકો પર કડક કાર્યવાહીૂ કરી રહ્યું છે.