હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન હવે યુનિવ્રસિટી – કેમ્પસ સુધી પહોંચી ગયા.

0
671


ચીનની સરકારની જોહુકમી અને હોંગકોંગના નિવાસીઓની સ્વતંત્રતા માટુનું આંદોલન અનેક મહિનાઓથી ચાલી રહ્યું છે. હવે આ આંદોલન, સરકારની જોહુકમી સામે વિરોધ- પ્રદર્શનો મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓના કેમ્પસો સુધી પ્રસરી ગયા છે. જેને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડી રહી છે. સતત પાંચ દિવસથી હોંગકોંગમાં શાળા – કોલેજ બંધ હતા. બુધવૈારે રાત સુધી ચાઈનીઝ યુનિવર્સિટીમાં દેખાવકારો ધમાલ કરતા રહ્યા હતા. જેને કારણે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા. પરિસ્થિતિમાં કશોજ સુધારો નથયો હોવાને કારણે વિદેશી વિદ્યાર્થીઓ હવે પોતાના સ્વદેશમાં પાછા ફરી રહ્યા છે. ડેન્માર્ક યુનિવર્સિટીના વડાએ 36 જેટલા વિધ્યાર્થીઓને તરત જ સ્વદેશ પાછા આવવા કહ્યું છે. વિદેશથી હોંગકોંગમાં અભ્યાસ કરવા ગયેલા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, હવે યુનિવર્સિટીનું કેમ્પસ એક યુધ્ધની છાવણી જેવું બની ગયું છે.