હૈમર મિસાઇલોથી સજ્જ હશે રાફેલ વિમાન, પલકારામાં જ નષ્ટ કરી દેશે બંકર 

 

નવી દિલ્હીઃ હિંદુસ્તાનના દુશ્મનો માટે એક ડરામણા સમાચાર આવ્યા છે. ફ્રાંસ તરફથી આપૂર્તિ કર્યા બાદ રાફેલ લડાકૂ વિમાન આ મહિનાના અંત સુધી અંબાલાના એરબેસ પર તૈનાત થઇ જશે. આ ખતરનાક રાફેલ લડાકૂ વિમાન પર ભારતીય વાયુસેના હૈમર મિસાઇલ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વિમાન ખતરનાક લડાકૂ ક્ષમતાથી સજ્જ થઇ જશે અને તેનો સામનો કરવો દુશ્મનો માટે ખૂબ મુશ્કેલ થઇ જશે. 

આ વિમાનોમાં લાગેલી હૈમર મિસાઇલ મીડિયમ રેન્જની મિસાઇલ છે. જેને ફ્રાંસની વાયુસેના અને નેવી માટે બનાવવામાં આવી હતી. આ મિસાઇલ આકાશમાંથી જમીન પર વાર કરે છે. આ મિસાઇલની મોટી ખાસિયત એ છે કે મજબૂતથી મજબૂત શેલ્ટર અને બંકરોને પણ નષ્ટ કરી શકે છે. હૈમર મિસાઇલથી ૬૦ થી ૭૦ કિલોમીટર રેન્જ સુધી પણ ટાર્ગેટને તબાહ કરી શકાય છે. આ ખાસિયતોના કારણે તે લદ્દાખની ચોટીઓ અને ઘાટીઓમાં બનેલા બંકરોમાં છુપાઇને બેઠેલા દુશ્મનો માટે મિસાઇલો કાળ બની શકે છે.  

લગભગ ત્રણ મીટર લાંબી અને ૩૩૦ કિલો વજન અને મિસાઇલ ઊંચી અને પહાડી યુદ્ધ ક્ષેત્રમાં ૬૦ કિલોમીટરના અંતર સુધી ટાર્ગેટ કરી શકે છે. જ્યારે ઓછી ઊંચાઇવાળી જગ્યાઓ પર ૧૫ કિલોમીટરના અંતર સુધી કરી શકે છે. જીપીએસ અને ઇન્ફ્રારેડ ટેક્નોલોજીથી સજ્જ આ મિસાઇલ દિવસ અને રાત દરમિયાન તમામ વાતાવરણમાં કામ કરી શકે છે. તેમાં વર્ટિકલ સ્ટ્રાઇક ક્ષમતા છે. એક રાફેલ વિમાનને એવી છ મિસાઇલોથી સજ્જ કરવામાં આવી શકે છે. 

હૈમર મિસાઇલ ઉપરાંત રાફેલ વિમાનોમાં વધુ બે ધાતક હથિયારો લગાવવામાં આવી રહ્યા છે. તેમાં એક Meteor મિસાઇલ છે અને બીજી Scalp Cruise મિસાઇલ છે. આ બંને મિસાઇલો પણ હવામાંથી જમીન પર હુમલો કરી શકે છે. આ ત્રણેય મિસાઇલોમાંથી કઇ વધુ ખતરનાક છે, તેને સમજવું ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો માટે ખૂબ મુશ્કેલ હોય શકે છે.