હૈદરાબાદ સામૂહિક બળાત્કાર કેસ- ચારે શેતાન બળાત્કારીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા

0
1073

હૈદરાબાદના શાદનગરમાં વેટરનિટીમહિલા ડોકટર પર સામૂહિક બળાત્કાર કરીનેતેની નિર્મમ હત્યા કરનારા ચાર આરોપીઓને પોલીસે શુક્રવારે સવારના એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. હૈદરાબાદમાં બનેલી અમાનુષી ઘટનાના આખા દેશના સમાજ પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તબીબ મહિલા સાથે આવું પઆશવી અને અમાનવીય વર્તન કરનારાતેમજ તેની ક્રૂરતાથી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા કરવાની સમગ્ર દેશના લોકો માગણી કરી રહ્યા હતા. પ્રજામાં આ ઘટના બાબત ખૂબ આક્રોશ અને ગુસ્સો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ સીન કરવાના આશયથી પોલીસ ચારે આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. રેપ કેસના  આ આરોપીઓ ભાગવા જતા હતા ત્યારે પોલીસે તેમમએ અટકાવવા માટે ગોળીબાર કર્યો હતો. આઘટના નેશનલ હાઈવે 44 પર બની હતી. હૈદરાબાદશાદનગરમાં પશુ- પ્રાણીઓ માટેના મહિલા તબીબ પર સામૂહિક બળાત્કાર કરી, તેમની હત્યા કરીને તેમના શરીરને ળઘાવી દેવામાં આવ્યું હતું.આરોપીઓ શિવા, નવીન, કેશવુલુ અને મોહમ્મદ આરિફને પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બનેલી ઘટના બાબત તલસ્પર્શી તેમજ ઝીણવટભરી તપાસ કરવામાટે તમામ આરોપીઓને શું શું બન્યું હતું તે જાણવાના ઈરાદાથી ઘટનાસ્થળે લઈ ગઈ હતી. તે સમયે આ હત્યારા આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને અટકાવવા ઠાર માર્યા હતા. 
   આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારા રાક્ષસી વૃત્તિના આરોપીને આકરામાં આકરી સજા વહેલી તકે કરવાની લોકોએ માગ ઊઠાવી હતી.  
    ગત 27નવેમ્બરની રાતે 27 વર્ષની તબીબ મહિલાપર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરીને લાશને સળગાવી દીધી હતી. બીજાદિવસે સવારે દૂધ વેચનારાે સળગેલું શબ જોઈને પોલીસને જાણ કરી, આથી ઘટના પ્રકાશમાં આવી હતી. 
       શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે લોકસભામાં નિવેદન કર્યું હતું૆ કે, સંસદ દ્વારા એક એવો કાયદો બનાવવામાં આવવો જોઈએકે બળાત્કાર અને મહિલાઓ વિરુધ્ધ આચરવામાં આવતા અન્ય અપરાધોની સુનાવણી સીધી સુપ્રીમ કોર્ટમાં જ થાય. તેમણે કહ્યું હતું કે, હજુ આવા કેસની સુનાવણી ચીચલી અદાલતથી શરૂ કરીને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છેઅને છેવટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી જાય છે.દિલ્હીમાં થયેલા નિર્ભયા બળાત્કાર કેસને 7 વરસ વિતી ગયા હોવા છતાં હજી આરોપીોને સજા થઈ નથી. તેલંગાણાની પોલીસે એન્કાઉન્ટર કરીને આરોપીઓને માની નાખ્યા – એ સાચું કર્યુ, કે ખોટું કર્યું એવાત જવાદો, દેશના લોકો પોલીસને અભિનંદન અને આશી્ર્વાદ આપી રહ્યા છે. 
  પોલીશે આરોપીઓને એન્કાઉન્ટરમાં છાર માર્યા બાદ પીડિતા દિશાના પિતાએ જણાવ્યું હતું કે,મારી દીકરીને ન્યાય મળ્યો છે. હું રાજ્યની પોલીસ  તેમજ મુખ્યપ્રધાનનો આભારી છું. પરમાત્મા મારી દીકરીના આત્માને શાંતિ આપે. પીડિતાના પિતાે જણાવ્યું હતું કે, આરોપીઓ સાથે જે કરવામાં આવ્યું તે સાચું જ થયું છે.  આ જ સાચો ન્યાય છે.