હૈદરાબાદના વેટરનરી મહિલા તબીબ પરના દુષ્કર્મ કેસમાં આરોપીઓના પોલીસ એન્કાઉન્ટરની તપાસ માટે સર્વોચ્ચ અદાલતે ત્રણ સભ્યોના કમિશનની રચના કરી…

0
1007

તેલંગાણા – હૈદરાબાદન ખાતે તાજેતરમાં થયેલી અતિ હિચકારી બળાત્કાર અને હત્યાની ઘટના વિષે જણીને સમસ્ત દેશના લોકોએ ગુસ્સાની અને આક્રોશની લાગણી વ્યક્ત કરી હતી. ઘટનાના આરોપીઓને સખત શિક્ષા થવી જોઈએ-એવી  માગણી દેશના દરેક રાજયના લોકોઓ કરી હતી. વેટરનરી તબીબ મહિલા પર થયેલા સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ તેની નિર્મમ હત્યાના બનાવથી લોકો દુખ અને આઘાત અનુભવી રહ્યા છે.તેસંજોગોમાં પોલીસતંત્રે ચારે ગુનેગારોને પકડીને કસ્ટડીમાં લીધા હતા. પરંતુ કેસની તપાસ ઝીણવટભરી રીતે કરવા પોલીસ આ ચારે આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી. જ્યાં આ ચાર ગુનેગારોએ વેટરનરી તબીબ મહિનાને દુષ્કર્મ કર્યા બાદ જીવતી સળગાવી દીધી હતી. 

  સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત મહિતી અનુસાર, ઘટનાસ્થળે ગયેલા આરોપીઓે ભાગવાની કોશિશ કરી હતી અને પોલીસો પર હુમલો કર્યો હતો. આથી આરોપીઓને ભાગતા રોકવા તેમજ સ્બચાવ માટે  પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં આરોપીઓને છાર માર્યા હતા. 

      દુષ્કર્મના આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા બાદ એ સમાચાર જાણીને અનેક લોકોએ સંતોષની વાગણી વ્યક્ત કરીને પોલીસને યોગ્ય ન્યાય કરવા માટે શાબાશી આપી હતી. અનેક નેતાઓ તેમજ આગેવાનો સહિત લોકોએ  ઠેર ઠેર પોલીસે કરેલા એન્કાઉન્ટરની તેમજ તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી. ઉપરોક્ત એન્કાઉન્ટર સામે વિરોધ નોંધાવીનવે બનેલી ઘટનાની તપાસ માટે માગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેની ગુરુવારે 12 ડિસેમ્બરે્ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. 

       સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ માટે ભૂતપૂર્વ ન્યાયાધીશ વી એસ સિરપુરકરના નેતૃત્વ હેઠળ ત્રમ સભ્યાના એક પંચની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ જણાવ્યું હતું કે,  આ પંચ- કમિશન આગામી છમહિનાની અંદર તપાસ કરીને એનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરશે. આદરણીય ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, લોકોને એન્કાઉન્ટરની ખરી માહિતી જાણવાનો હક છે. અમારા હવે પછીના આદેશ સુધી કોઈ પણ અદાલત કે ઓથોરિટી આ કેસમાં કોઈ જ તપાસ કરશે નહિ. 

  સુનાવણી દરમિયાન તેલંગાણાની સરકારના પ્રતિનિધિ વકીલ મુકુલ રોહતગીએ ઉપરોક્ત કેસ અંગે કેટલીક વાતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટે જ રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે. આથી હવે સુપ્રીમ કોર્ટ દ્વારો કશાય પ્રકારની વિશેષ તપાસની આવશ્યકતા નથી. એક સમયમાં બે તપાસ કેસને અસર કરી શકે છે. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, અમે કોઈને દોષી માનતા નથી, અમે તો માત્ર એની તપાસ માટેનો આદેશ આપી રહ્યા છીએ. વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ પણ આ એન્કાઉન્ટરની તપાસની કાર્યવાહી કરી રહ્યા છે.