હૈદરાબાદના નહેરુ ઝુઓલોજિકલ પાર્કમાં 8 સિંહ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા….

 

   હૈદરાબાદના પ્રાણીબાગમાં કુલ 8 જેટલા સિંહોમાં કોરોના વાયરસનું સંક્રમણ થયું હોવાની સંભાવના વ્યક્ત  કરવામાં આવી હતી. ગત 29 એપ્રિલના જૂના વહીવટીતંત્રને આ માહિતી આપવામાં આવી હતી. ઝુમાં કામ કરનારા કર્મચારીઓએ 24 એપ્રિલના રોજ સિંહોમાં કોરોનાના લક્ષણ દેખાયા હોવાની નોંધ લીધી હતી. સિંહમાં શરદી- ખાંસીના ચિહનો પણ જણાયા હતા. આ માહિતી મળ્યા બાદ જૂના વહીવટીતંત્રે સિંહનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. ટેસ્ટ કરાયા બાદ 8 સિંહનો  આરટી- પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિંહના જૂથમાં 4 નર અને 4 માદા સિંહનો સમાવેશ તાય છે. ઝુ- પ્રાણીબાગના  ડિરેકટર સિધ્ધાનંદ કુકરેતીના જણાવ્યા અનુસાર, સિંહમાં કોરોનાના લક્ષણ દેખાયા હોવાની વાત સાચી છે, પણ હજી સુધી તેમને એ અંગે કશો અધિકૃત રિપોર્ટ મળ્યો નથી. હાલમાં ઝુમાં બધા સિંહ સ્વસ્થ છે. હવે સિંહના સેમ્પલની જીનોમ સ્કેિનંગ કરવામાં આવશે. જેથી એ વાતની સ્પષ્ટ જાણકારી મળી શકે કે વાયરસનો એ કયા પ્રકારનો સ્ટ્રેન છે અને તેનો ચેપ સિંહને કેવી રીતે લાગ્યો …

            હાલમાં આ ઝુને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નહેરુ ઝુઓલોજિકલ પાર્ક નામનું આ ઝુ – પ્રાણીબાગ લોકોની ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવેલું છે. આસપાસના લોકોના માધ્યમથી પણ  વાયરસ સિંહ સુધી પહોંચ્યો હોય તેવી એક શક્યતા છે.