હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલ બ્લડ કેન્સર સામે જંગ હારી

 

અમદાવાદઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી ભૂમિ પટેલ (ઉં.વ. ૨૮)નું ૨૬ નવેમ્બરે સાંજે ૫.૦૦ વાગે બ્લડ કેન્સરની બીમારીથી દુઃખદ અવસાન થયું હતું. ભૂમિ પટેલના નિધને સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. હેલ્લારો ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની છબી બદલી નાખી છે. ગુજરાતી પહેરવેશ અને ગુજરાતી વાર્તા સાથે બનેલી આ ફિલ્મે ખૂબ સફળતા મેળવી હતી. હેલ્લારો ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. ભૂમિ છેલ્લાં કેટલાક સમયથી કેન્સરની સારવાર લઈ રહી હતી. જોકે અંતે તેણે કેન્સરની સામે દમ તોડયો હતો. ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું.