હેમરાજ શાહને લાઈફ ટાઈમ ડેડીકેશન એવોર્ડ

કચ્છઃ પોતાના જીવનનાં ૬૦ વર્ષ સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે અર્પણ કરનાર મુંબઇના ડો. હેમરાજ શાહને લાઈફટાઈમ ડેડીકેશન ઇન્ફ્લુએન્સર વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ડો. હેમરાજ શાહ બૃહદ મુંબઇ ગુજરાતી સમાજના અને મહારાષ્ટ્ર ગુજરાતી મહામંડળના સંસ્થાપક અધ્યક્ષ અને વિશ્વ ગુજરાતી સમાજના સિનિયર ઉપ-પ્રમુખ છે. કચ્છ-શક્તિના ૪૫ વર્ષથી પ્રમુખ છે અને દર વર્ષે અષાઢી બીજ–કચ્છી નવા વર્ષની ઉજવણી કરે છે અને કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ એનાયત કરે છે. ડો. હેમરાજ શાહને કેનેડાની બ્રોમ્પટન યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ્ ઉપાધિ આપી છે. તેમના નામે પાંચ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે, અને ઘણા બધા સન્માનો મળ્યા છે, જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચષ્માની ટીમે સ્વચ્છતા સેનાની એવોર્ડ, કોવિડ યોધ્ધા એવોર્ડ, લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્લોબલ આઇકોન લીડર એવોર્ડ, મહારાષ્ટ્ર પ્રેરણા એવોર્ડ, ગિરનાર એવોર્ડ વગેરે એવોર્ડ એનાયત થયા છે. મુંબઇમાં અંધેરી લિન્ક રોડ પર ૭ માળનું નૂતન ગુજરાતી સમાજ ભવન ઉભું કર્યું છે. તેમણે લખેલ અને સંપાદિત પુસ્તકોની સંખ્યા ૭૦ જેટલી છે.