હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. દ્વારા મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવી પ્રદાન

પાટણમાં હેમચંદ્રાચાય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના 32મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ દ્વારા જાણીતી સંગીતસમ્રાટ બેલડી મહેશ-નરેશ કનોડિયા ફેઇમ મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તસવીરમાં નરેશ કનોડિયા, ધારાસભ્ય હિતુ કનોડિયા, યુનિવર્સિટીના કુલપતિ સહિત અગ્રણીઓ નજરે પડે છે.