હૃતિક રોશનની ફિલ્મ સુપર-30ની  ચાહકો આતુરતાથી રાહ જોઈ રહયા છે..

0
762
IANS

આજકાલ કુશલ ડાન્સર અને સંવેદનપટુ અભિનેતા હૃતિક રોશનની આગામી ફિલ્મ- સુપર-30ની ચર્ચા થઈ રહી છે. ગણિતના એક આદર્શ શિક્ષક આનંદ કુમારના જીવનપરથી બનેલી ફિલ્મમાં હૃતિકે મુખ્ય ભૂમિકા ભજવી છે. હૃતિક રોશનના ચાહકોને હંમેશા એક ફરિયાદ રહી છેકે, તેમનો માનીતો અભિનેતા બહુ જ ઓછી ફિલ્મો સાઈન કરે છે. વરસે કે બે-  ત્રણ વરસે તેની માત્ર એકાદ ફિલ્મ જ રિલિઝ થાય છે. પણ હવે તે ટાઈગર શ્રોફ સાથે પણ એક ફિલ્મમાં આવી રહયો છે. વળી વરુણ ધવનના ભાઈ રોહિત ધવનની એક ફિલ્મમાં હૃતિક મુખ્ય ભૂમિકા ભજવવાનો છે.હૃતિકની લાંબા સમયથી એવી ઈ્ચ્છા હતીકે તે કોમેડી ફિલ્મ કરે. જાણીતા દિગ્દર્શક ડેવિડ ધવનનો પુત્ર રોહિત ધવન મનોરંજક ફિલ્મો બનાવે છે. એકશનપેક મસાલા ફિલ્મ તેમજ કોમેડી ફિલ્મ પર તેની હથોટી છે. તેને બનાવેલી દેશી બોયઝ અને ઢીસૂમ ઢીસૂમ  ટિકિટબારી પર સફળ રહીરહી હતી.