હું સિરિયસ રિલેશનશિપમાં હતી, પણ અત્યારે સિંગલ છુંઃ પ્રિયંકા ચોપરા


બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં અમેરિકન ટીવી શો ‘ક્વોન્ટિકો’ની આગામી સીઝનના શૂટિંગ માટે ન્યુ યોર્કમાં વ્યસ્ત છે. પ્રિયંકાએ પોતાના રિલેશનશિપ સ્ટેટ્સ વિશે મૌન તોડ્યું છે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે એક વર્ષ અગાઉ તે અમેરિકામાં કામ કરતી હતી ત્યારે સિરિયલ રિલેશનશિપમાં હતી, પરંતુ તેનું અર્થપૂર્ણ પરિણામ ન આવ્યું આથી અત્યારે સિંગલ છે. પ્રિયંકા કહે છે કે હું ગંભીર સંબંધમાં હતી, જે વાતને એક વર્ષ થઈ ગયું છે. ત્યારથી સિંગલ જ છું. અનેક લોકોને મળી છું, હેન્ગઆઉટ કર્યું છે. હું લોકોને તક આપું છું કે લોકો મને પ્રભાવિત કરે, પણ હજી સુધી એમ થયું નથી. હું ઘણા સમય પછી સિંગલ થઈ છું. મને ખૂબ જ એટેન્શન મળે છે. હું એક છોકરી હોવાથી આ બધું સારું પણ લાગે છે.
લગ્ન વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે અત્યારે મેરેજ કરવાની કોઈ યોજના નથી. હું કોઈની સાથે ડેટ કરવાના મૂડમાં નથી, હું ફરી પોતાનું નસીબ અજમાવવા માગતી નથી.