હું મારી જાતને પંચનામા બેબી તરીકે ઓળખાવાનું પસંદ કરું છુંઃ અભિનેતા કાર્તિક આર્યન 

 

    યુવાન પેઢીમાં હોટ ફેવરિટ ગણાતા સોહામણા અભિનેતા કાર્તિક આર્યનને હજી બોલીવુડના અહમનો ચેપ લાગ્યો નમથી.. તેણે કોરોના રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનો ફાળો આપ્યો હતો. આ અભિનેતા કારણ વિનાના વિવાદોમાં પડવાનું પસંદ કરતો નથી. એને પોતાનો સમય પોતાનું મનગમતું કામ કરવામાં વ્યતીત કરવાનું ગમે છે. છેલ્લા કેટલાક વરસોમાં તેને  સોનુ, ગુડ્ડુ, ચિન્ટુ ત્યાગી જેવા યાદગાર રોલ ભજવ્યા છે. કાર્તિક કહે છે કે, મને પ્રસિધ્ધિનો માર્ગ કોઈ ફિલ્મે બતાવ્યો હોય તો એ ફિલ્મનું નામ છેઃ પ્યાર કા પંચનામા. હાલમાં તેની ફિલ્મ પ્યાર કા પંચનામા -2 નેટફલીકસ પર પ્રસારિત થઈ રહી છે. વધુ ને વધુ દર્શકો આ ફિલ્મ જોઈ રહ્યા છે. ટોચની દસ ફિલ્મોમાં આ ફિલ્મે સ્થાન મેળવી લીધું છે.પ્યાર કા પંચનામાનો પહેલો ભાગ તો દર્શકો વારંવાર જોવાનું૆ પસંદ કરે છે. કાર્તિક સોશ્યલ મિડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. એ પોતાને ગમતી તસવીરો અને વિડિયો પોસ્ટ કરતો રહે છે.