હું પૈસા કમાવા માટે અજણ્યા લોકોનાં લગ્નોમાં નાચવા જતો નથી- જહોન અબ્રાહમ

0
890

તાજેતરમાં જ બોડી ફિટનેસના હિમાયની અભિનેતા જહોન અબ્રાહમે એ ગ્રેડના નર્તક કલાકારોની ટીખળ- કટાક્ષ કરતું નિવેદન કરીને વિવાદ સર્જયો છે. અગાઉ પણ જહોન આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન કરીને ઝઘડાનું કારણ બન્યો હતો. આથી શ્રીમંતોના લગ્નોમાં પોતાની મનગમતી ફી વસૂલ કરીને ડાન્સના ઠુમકા લગાવવા જનારા અભિનેતાઓનો બોલીવુડમાં તોટો નથી. આમ પણ જહોન અબ્રાહમ મનમોજી અને મુડી કલાકાર છે. સ્વતંત્ર મિજાજનો આ કલાકાર પોતાની ઈચ્છા અને મરજી અનુસાર જીવન જીવવાનું પસંદ કરે છે. કોઈનું અનકરણ કરવાનું એને ગમતું નથી. એ ઘરેડની બહાર રહેનારો અભિનેતા છે. એ ફિલ્મોનું નિર્માણ કરે છે, પણ એ ફિલ્મો જરા હટકે વિષયવાળી હોય છે. મદ્રાસ કાફે, વિકી ડોનર, પરમાણુ , સત્યમેવ જયતે વગેરે ફિલ્મો નવું વિષય-વસ્તુ ધરાવતી હતી. જહોન અબ્રાહમ જેવા અભિનેતાઓ બોલીવુડમાં બહુ જૂજ છે.