હું એકતા નગરમાં છું, મારૂ માન મોરબી પીડિતો પાસે છે: પ્રધાનમંત્રી

 

કેવડિયા: ગુજરાતમાં મોરબીના મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાના કારણે બનેલી દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે હું અહીં એકતા નગરમાં છુ, પરંતુ મારૂ મન મોરબીના પીડિતો સાથે છે. દૂર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છુ. સરકાર દરેક રીતે પીડિત પરિવારો સાથે છે. ગુજરાત સરકાર ત્વરિત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાત સરકારને દરેક શક્ય મદદ આપવામાં રહી છે. એનડીઆરએફ અને સેના તૈનાત છે.

ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુ:ખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના માર્ગ પર રહેવાની સંવેદના આપી રહ્યો છે. હોસ્પિટલમાં સતત સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચી ગયા હતા. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી આવવા દેવામાં આવશે નહિ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, એનડીઆરએફ, આર્મી અને એરફોર્સ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. લોકોની મુશ્કેલી ઓછી થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ પુલ પર ૫૦૦ લોકો હતા. અમદાવાદથી ૩૦૦ કિમી દૂર આવેલા ૧૫૦ વર્ષ જૂના પુલ પર ઘણા લોકો છઠ પૂજા કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૪૧થી વધુ લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here