હિલેરી ક્લિન્ટન મુંબઈમાં ‘ઇન્ડિયા ટુડે કોન્કલેવ’માં ભાગ લેશે

મુંબઈઃ ભૂતપૂર્વ અમેરિકી વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન માર્ચ માસમાં મુંબઈમાં આયોજિત ‘ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં ભાગ લેશે.
‘ધ ગ્રેટ ચર્ન-ટ્રિમ્પ્થ્સ એન્ડ ટ્રિબ્યુલેશન્સ’ નામની થીમ વિશે આયોજિત 17મી કોન્ક્લેવ મુંબઈમાં નવમી અને દસમી માર્ચે યોજાશે તેમ
‘ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ’ના આયોજકોએ એક નિવેદનમાં કહ્યું હતું. વૈશ્વિક અગ્રણીઓ દુનિયાભરના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરશે અને
ડિબેટમાં ભાગ લેશે. ક્લિન્ટન ઉપરાંત આ કોન્ક્લેવમાં લેખક યુવાલ નોઆહ હારારી, કોટક મહિન્દ્રા બેન્કના ફાઉન્ડર અને ચેરમેન ઉદય કોટક,
અભિનેત્રી-બહેનો કરિશ્મા કપૂર-કરીના કપૂર ખાન, બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને શ્રીકાન્ત કિદાંબી,
બેડમિન્ટનના નેશનલ કોચ પી. ગોપીચંદ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગીતકાર ગુલઝાર વગેરે ભાગ લેશે.