હિમાલયના કાંચન જંઘા શિખર પર સફળ આરોહણ કરીને અર્જુન વાજપેયીએ ઈતિહાસ સર્જ્યો !

0
957

 

IANS

હિમાલયનું સૌથી ઊંચું શિખર કાંચન જંઘા પર સફળ આરોહણ કરીને સાહસિક પર્વતારોહક અર્જુન વાજપેયીએ  ઈતિહાસનું સર્જન કર્યું હતું. કાંચન જંધા શિખરની ઊંચાઈ 8,000 મીટરથી વધુ છે. આ શિખર પર આરોહણ કરનારા પર્વતારોહકોમાં અર્જુન વાજપેયી સૌથી ઓછી વયના છે. તેઓ જયારે પૂર્વ નેપાળ ખાતે પોતાના ગામમાં  પાછા ફર્યા ત્યારે ગામના તમામ લોકોએ તેમનું અતિ આનંદ અને ઉમંગથી સ્વાગત કર્યુ હતું. અર્જુન વાજપેયી 24 વર્ષના છે. તેમને પર્વતારોહણ દરમિયાન બદલાતી મોસમનો પણ સામનો કરવો પડ્યો હતો તેઓ જ્યારે કાંચન જંઘા શિખર પર પહોંચવાની નિકટ હતા ત્યારે તમને ઓક્સિજનની અછતનો પણ સામનો કરવો પડ્યો હતો. તેઓ જયારે પર્વતારોહણ કરી રહ્યા હતા ત્યારે હિમસ્ખલન, ભેખડોનું  તૂટી પડવું અને હિમશીલાઓમાં ફાટ પડવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી, જેનો તેમણે અતિ બહાદુરીથી ,લેશ માત્ર ગભરાયા વિના સામનો કર્યો હતો. હવે તેમનું લક્ષ્ય તિબેટનું શીશપાંગમ શિખર છે. પોતાના આરોહણ વિષે પ્રતિભાવ આપતાં અર્જુન વાજપેયીએ કહ્યું હતું કે, તેમનો આ અનુભવ ખૂબ જ શાનદાર હતો.