હિમાની શિવપુરી ટીવી સિરિયલમાં સાસુની ભૂમિકા ભજવશે

0
841

 

 

હિમાની શિવપુરી પ્રતિભાસંપન્ન કલાકાર છે. દહેરાદૂનમાં જન્મેલા હિમાની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રથમ ક્રમાંકના વિદ્યાર્થિની તરીકે ઓળખાતા હતા. નાની – મોટી કોઈ પણ ભૂમિકા મળે, તેઓ દરેક ભૂમિકાને પોતાના લાજવાબ અભિનયથી યાદગાર બનાવી દે છે. હિન્દી ફિલ્મો તેમજ ટેલિવિઝન સિરિયલોમાં તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. યશરાજ ફિલ્મસ હોય કે રાજશ્રી પ્રોડકશન્સની ફિલ્મ હોય- હિમાનીની ભૂમિકા એમાં અવશ્ય રાખવામાં આવતી. પોતાના પતિના અવસાન બાદ હિમાનીએ થોડાક સમય માટે અભિનય કરવાનું છોડી દીધું હતું. તેઓ પોતાના પુત્રની પરવરિશ માટે સમય ફાળવતા હતા. હવે તેમને લાંબા સમયબાદ એક ટીવી સિરિયલમાં મોટી ભૂમિકા મળી છે. આ સિરિયલનું નામ છેઃ ગજબ સાસ કી ગજબ બહૂ . આ કોમેડી સિરિયલ લોકોને ખૂબ હસાવશે એવું એના નિર્માતાઓ માની રહ્યા છે.