હિમાચલ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચીઠ્ઠી દ્વારા વિજેતા

હિમાચલઃ રાજયસભાની ૧૫ બેઠકો માટે સવારે ૯ વાગે શરૂ થયેલ મતદાન સાંજે ૪ વાગે પુરું થયું હતું. યુપીમાં ૧૦માંથી ૮ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. જેમાં ભાજપના અમરપાલ મૌર્યને ૩૬, આરપીએન સિંહને ૩૪, સાધના સિંહને ૩૪, સંજય સેઠને ૨૯, સંગીતા બળવંત બિંદને ૩૬, સુધાંશુ ત્રિવેદીને ૩૮, તેજવીર સિંહને ૩૮, નવીન જૈનને ૩૪ મત મળ્યા હતા.જયારે સપાના જયા બચ્ચનને ૩૪ વોટ મળ્યા. રામજી લાલ સુમનને૩૪ વોટ મળ્યા. આ તમામ જીતી ગયા હતા.
સપાના ઉમેદવાર આલોક રંજનને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર૧૬ મત મળ્યા હતા. કર્ણાટકમાં રાજયસભાની ચાર બેઠકો પર થયેલા મતદાનમાં કોંગ્રેસના અજય માકન, નાસિર હુસૈન અને જી. સી. ચંદ્રશેખરે જીત મેળવી. જયારે ભાજપના નારાયણ બંદીગે જીત મેળવી છે. હિમાચલ પ્રદેશની એક બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા છે. બંનેને ૩૪-૩૪ વોટ મળ્યા હતા. ટોસ દ્વારા વિજેતાઓનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીજી તરફ, ક્રોસ વોટિંગના અહેવાલો વચ્ચે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અહીં કોંગ્રેસના ૬ ધારાસભ્યો અને ૩ અપક્ષ ધારાસભ્યોએ સરકારને સમર્થન આપ્યું હોવાના સમાચાર હતા. રાજયસભાની ચુંટણીને લઇને ૨૭મી ફેબ્રુઆરીની સવારથી જ અરાજકતાનો માહોલ હતો. વોટિંગ શરૂ થયાના થોડા સમય બાદ સપાના ચીફ વ્હીપ અને ધારાસભ્ય મનોજકુમાર પાંડેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તે જ સમયે, બપોરે સમાચાર આવ્યા કે યુપીમાં સપાના ૭ ધારાસભ્યોએ એનડીએને મત આપ્યો છે. આ ધારાસભ્યો છે રાકેશ પાંડે, રાકેશ પ્રતાપસિંહ, અભયસિંહ, વિનોદ ચતુર્વદી, મનોજ પાંડે, પૂજા પાલ અને આશુતોષ મૌર્ય. હિમાચલમાં કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની તરફેણમાં પક્ષ બદલી રહ્યા હોવાની ચર્ચા હતી.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટકમાં બીજેપી ધારાસભ્ય એસટી સોમશેખરે કોંગ્રેસના ઉમેદવારને મત આપ્યો છે. બીજેપીના ચીફ વ્હીપ ડોડનગૌડા જી. પાટીલે આ જાણકારી આપી. ડોડનગૌડાએ એમ પણ કહ્યું કે સોમશેખર સામે કાર્યવાહી કરવામાં આવશે. યુપીમાં સપાએ ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના ૩ વોટને લઇને વાંધો ઉઠાવ્યો હતો. આ પછી મતગણતરી અટકાવી દેવામાં આવી હતી. સપાના વાંધા ફગાવી દેવાયા બાદ ફરીથી મતગણતરી શરૂ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here