હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો વિજય: કમળ કરમાયું

 

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશની ૬૮ વિધાનસભા બેઠકો માટે નવેમ્બર માસમાં ચૂંટણી યોજાઇ તેના પરીણામો પણ ગુજરાત રાજયના પરીણામો સાથે જ આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ૬૮માંથી ૩૯ બેઠકો જયારે ભાજપને ૨૬ બેઠકો મળી છે અન્યોને ત્રણ બેઠક મળી છે. બહુમતિ માટે ૩૫ બેઠકોની જ‚રીયાત હોવાથી જો કોઇ મોટો ઉલટફેર ના થાય તો કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં સત્તામાં પાછી ફરે તે નકકી જણાય છે. આમ ગુજરાતમાં વાગેલા હારના ઘાએ હિમાચલના ચૂંટણી પરીણામોએ કોંગ્રેસને રાહત પહોંચાડી છે. હિમાચલ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભાસિંહે કોંગ્રેસ સરકાર બનાવશે એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. 

હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર હતી, પરંતુ ચૂંટણી પછી કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જનાદેશને સ્વીકારી લીધો છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનો અપેક્ષિત હતો. મોટે ભાગે લોકો દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. ભાજપે આ પરંપરા તૂટે અને પોતાની સરકાર યથાવત રહે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા તેમ છતાં સિલસિલો યથાવત રહ્યો છે. 

હિમાચલ પ્રદેશમાં પ્રારંભિક વલણો દર્શાવે છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના વિભાજન પછી કોંગ્રેસે મોટી લીડ જાળવી રાખી છે. આ ટ્રેન્ડમાં ભાજપને ૨૬ અને કોંગ્રેસને ૩૯ બેઠકો મળી રહી છે. અન્યને ૩ બેઠકો મળી છે. કોંગ્રેસ પાર્ટીઓ બહુમતી હાંસીલ કરી લીધી છે. આગામી સમયમાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે. હિમાચલ પ્રદેશના વલણો પર કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું, અમે હિમાચલ પ્રદેશમાં ભાજપ સાથે ગળાકાપ સ્પર્ધાની અપેક્ષા રાખતા નથી. અમે હિમાચલ પ્રદેશમાં અમે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. હિમાચલ પ્રદેશના સિરમાયર જિલ્લામાં ભાજપ પાંચમાંથી બે બેઠકો પર ભારે રસાકરી જોવા મળી હતી. શિમલામાં ૮માંથી ૪ સીટો પર ભાજપના ફાળે ગઇ હતી અને ૪ સીટો કોંગ્રેસને મળી હતી. કાંગડા જિલ્લાની ૧૫ સીટોમાંથી ૭ સીટો પર ભાજપ અને કોંગ્રેસને ૭ સીટો પ્રાપ્ત થતા કોંગ્રેસ પાર્ટીને સંપૂર્ણ બહુમત પ્રાપ્ત થઇ ગયો હતો.