હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સુખવિંદર સિંહે શપથ લીધા

 

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુખુઍ ૧૫માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હિમાચલના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શિમલાના રિજ મેદાનમાં સુખુને પદના શપથ લેવડાવ્યા હતા. સુખુની સાથે કોંગ્રેસના નેતા અને પ્રતિભા સિંહના નજીકના મુકેશ અગ્નિહોત્રીઍ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુખુના શપથવિધિ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહીત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલીકાર્જુન ખડગે હાજર રહ્ના છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ પણ શપથવિધિમાં હાજર રહ્ના છે. 

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આ શપથવિધિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શપથવિધિમાં સુખવિંદર સિંહ સુખુનો પરિવાર પણ શપથવિધિમાં હાજર રહ્ના હતો. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમત મળ્યો હતો. હિમાચલ પ્રદેશની ચુંટણીના પરિણામ બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રી તરીકે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. કોંગ્રેસના હાઇકમાન્ડ દ્વારા છેલ્લે સુખવિંદર સિંહ સુખુના નામની મહોર લાગી હતી. હિમાચલ પ્રદેશની ચુંટણીનું પરિણામ ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામ સાથે જાહેર થયુ હતું. હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુખુ સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુક્ખૂઍ હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, અમે જે ૧૦ ગેરેન્ટી આપી છે તેને અમે અમલમાં લાવીશું. કેબિનેટ વિસ્તરણ બાદ નક્કી કરવામાં આવશે કે કઈ યોજનાને પહેલા અમલ કરવામાં આવશે. પહેલી કેબિનેટ બેઠકમાં ઓપીઍસ (જૂની પેન્શન યોજના) લાગુ કરવામાં આવશે. જે પણ અમે વાયદાઓ કર્યા છે તે પૂરા કરવામાં આવશે. સુખવિંદર સિંહ સુક્ખૂ સાથે મુકેશ અગ્નીહોત્રીઍ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતાં. શિમલાના રિજ મેદાનમાં આયોજિત ઔપચારિક સમારોહમાં રાજ્યપાલ આરવી અર્લેકરે તેમને શપથ લેવડાવ્યા હતાં. આ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પક્ષના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્ના હતાં.