હિમવર્ષાના કારણે કેદારનાથમાં ગ્લેશિયર તૂટી પડ્યા

 

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે ગ્લેશિયર તૂટવાના સમાચાર આવ્યા છે. ગ્લેશિયર તૂટવાના કારણે હાલમાં આવવા-જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. કેદારનાથ ધામમાં ચાલતા જવાનાં રસ્તા પર ભૈરવ ગડેર પાસે ગ્લેશિયર તૂટી પડ્યાો હતો. હાલમાં દેશની રાજધાની સહિત અનેક રાજ્યોમાં હવામાનનો પલટો જોવા મળી રહ્યો છે. અને ઠેરઠેર કમોસમી વરસાદથી દેશમાં કરોડોનું નુકસાન થયુ છે. તો આવા સમયે સતત હિમવર્ષાના કારણે કેદારનાથ ધામમાં ચાલતા જવાનાં રસ્તા પર ભૈરવ ગડેર પાસે ગ્લેશિયર તૂટી પડ્યાના સમાચાર જાણવા મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે કેદારનાથ ધામમાં ચાલતા જવાનાં રસ્તા પર ભૈરવ ગડેર પાસે ગ્લેશિયર તૂટી પડ્યો છે અને તેના કારણે ચાલતા જવાનો રસ્તો એક બાજુથી તૂટી ગયો છે. જેના કારણે હાલમાં સંપૂર્ણ પણે આવવા-જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી રાહદારીને રસ્તા આગળ ન જવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે આ બાબતે હજુ કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા.