હિન્દુઓ કરી રહ્યાં છે મોટી ભૂલ, લગ્ન માટે ધર્મપરિવર્તન ખોટુંઃ ય્લ્લ્ પ્રમુખ મોહન ભાગવત

 

રાંચીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે  હિન્દુઓ મોટી ભૂલ કરી રહ્યાં હોવાનું નિવેદન કર્યું છે. ભાગવતે કહ્યું કે હિન્દુઓ લગ્ન જેવી ક્ષુલ્લક વસ્તુઓ માટે ધર્મનું પરિવર્તન કરી રહ્યાં છે, તે ખૂબ જ અયોગ્ય અને ખોટી વાત છે. 

મોહન ભાગવતે એ વાત પર જોર આપ્યું હતું કે, હિન્દુ પરિવારના વડીલોએ યુવાનોના મનમાં હિન્દુ ધર્મ પ્રત્યે ગૌરવની લાગણી પેદા કરવી જોઈએ. હિન્દુ પરિવારોમાં બાળકોનો યોગ્ય ઉછેર થઈ રહ્યો નથી. શું આપણે આપણા બાળકોને યોગ્ય સંસ્કાર આપી રહ્યાં નથી? આપણે બાળકોને ઘરમાં ધર્મ પ્રત્યે આદર, ગર્વ પૈદા થાય તેવી શિક્ષા આપવી પડશે.

ઘરના વડીલો પોતે ધર્મનું જ્ઞાન લે. જેથી બાળકો આવીને ધર્મ, સંસ્કૃતિ વિશે કશું પૂછે તો કન્ફ્યૂઝન નહીં થાય. તેમને યોગ્ય જવાબ આપી શકે.

ઉત્તરાખંડના હલ્દાનીસ્થિત રવિવારે આરએસએસનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંઘના કાર્યકરો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મોહન ભાગવતે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, ધર્મ પરિવર્તન કઈ રીતે થાય છે? ક્ષુલ્લક સ્વાર્થ માટે, માત્ર ને માત્ર લગ્ન માટે? હિન્દુ યુવતીઓ અને યુવકો લગ્ન માટે અન્ય ધર્મને અપનાવી લે છે? જે લોકો આવું કરે છે તે ખોટું કરી રહ્યાં છે. પરંતુ તે બીજો મુદ્દો છે. ક્યાંકને ક્યાંક હિન્દુ પરિવારોમાં બાળકોનો યોગ્ય ઉછેર થઈ રહ્યો નથી. શું આપણે આપણા બાળકોને યોગ્ય સંસ્કાર આપી રહ્યાં નથી? આપણે બાળકોને ઘરમાં ધર્મ પ્રત્યે આદર, ગર્વ પૈદા થાય તેવી શિક્ષા આપવી પડશે.

મોહન ભાગવતે કહ્યું કે, લોકો પોતે જ ધર્મ સાથે સંકળાયેલા સવાલોના જવાબ શોધે. ઘરના વડીલો પોતે ધર્મનું જ્ઞાન લે. જેથી બાળકો આવીને ધર્મ, સંસ્કૃતિ વિશે કશું પૂછે તો કન્ફ્યૂઝન નહીં થાય. તેમને યોગ્ય જવાબ આપી શકો. આપણે બાળકોને તૈયાર કરવા પડશે. સંઘ પ્રમુખે લોકોને ભારતીય પ્રવાસન સ્થળો પર જવાની, ઘરનું ભોજન ખાવાની અને પરંપરાગત પોશાક પહેરવા વિનંતી કરી હતી