હિન્દી ફિલ્મ જગતના પીઢ અભિનેતા બહુમુખી પ્રતિભાસંપન્ન કલાકાર ઋષિ કપુરનું 67 વરસની વયે મુંબઈમાં દુખદ અવસાન- પત્ની નીતુ કપુર અને પુત્ર રણબીર કપરે સહિત સ્વજનો અને મિત્રો, ચાહકોએ આપી અશ્રુભરી  વિદાયઃ પુત્રી રિધ્ધિમા દિલ્હીમાં હોવાથી લોકડાઉનને કારણે પિતાની અંતિમ યાત્રા પ્રસંગે હાજર ના રહી શકી…

0
1414

 

           ગુરુવારે સવારે 8-45 કલાકે મુંબઈની એચ. એન. રિલાયન્સ હોસ્પિટલમાં બોલીવુડના મહાન અભિનેતા ઋષિ કપુરનું દુખદ અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં મરીન લાઈન્સ, ચંદનવાડી ખાતે કરવામાંઆવ્યા હતા. લોકડાઉનને કારણે 24 જેટલી વ્યક્ચિઓ જ અંંતિમ યાત્રામાં હાજર રહી શકી હતી. ઋષિ કપુરનાં પુત્રી રિધ્ધિમા દિલ્હીમાં હોવાથી મુંબઈ પહોંચી શક્યા નહોતા. પિતાની અંતિમ- યાત્રામાં હાજર રહેવાની , વહાલસોયા પિતાને આખરી અલવિદા કહેવાની પુત્રીની ઈચ્છા પૂરી થઈ શકી નહોતી. જો કે કેન્દ્રના ગૃહખાતાએ તેમને બાય રોડ મુંબઈ યાત્રા કરવાની પરવાનગી  આપી હોવાથી આશરે 1400 કિ. મી.નો માર્ગ- પ્રવાસ કરીને મુંબઈ આવવા માટે તેો નીકળી ગયા હોવાનું સત્તાવાર સમાચાર સુત્રોએ જણાવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર સમયે ઉપસ્થિત રહેનારી વ્યક્તિઓમાં નીતુ કપુર, રણબીર કપુર, કરીના કપુર, સૈફ અલી ખાન, ઐષ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ, અનિલ અંબાણી , રીમા જૈન, આદર જૈન, રાહુલ રવેલ આદિ કલાકારોનો સમાવેશ થાય છે. 

              સોહામણું વ્યકિતત્વ અને સદાય સ્મિત કરતું મોહક વયક્તિત્વ ધરાવતા ઋષિજીએ રાજ કપુરની મહત્વાકાંક્ષી ફિલ્મ મેરા નામ જોકરથી  રૂપેરી પરદે પદાર્પણ કર્યું હતું. હીરો તરીકે તેમની પહેલી ફિલ્મ બોબી હતી. જેમાં તરુણ વયના  પ્રેમીઓની કથા રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ સુપર- ડુપર હિટ થી હતી. ઋષિ કપુર એકટર- સ્ટાર તરીકે બોલીવુડમાં આ એક જ ફિલ્મની રજૂઆત બાદ એસ્ટાબ્લિશ  થઈ ગયા હતા. બોબી ફિલ્મે ભારતના યુવા વર્ગને ખૂબ આકર્ષિત કર્યો હતો. ત્યાર બાદ ઋષિકપુરે અનેક હિન્દી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. જેમાં કર્જ, હમ કિસીસે કમ નહિ, સાગર, સરગમ, અમર, અકબર એન્થની,ચાંદની,પ્રેમરોગ ,હીના વગેરે ફિલ્મો શામેલ છે. ચોકલેટ હીરોની ઈમેજ ધરાવનારા ઋષિ કપુરે પોતાની અભિનય પ્રતિભા પુરવાર કરીને પોતાની ે ઉત્તમ કલાકાર તરીકેની છાપ ઊભી કરી હતી. તેમની નૃત્ય- શૈલી અનોખી હતી, મૌલિક હતી. તો  શમ્મી કપુર અને શશી કપુરની ડાન્સ- સ્ટાઈલથી નોખી પોતીકી નૃત્ય -શૈલી રજૂ કરીને લાખો પ્રેક્ષકોના માનીતા બની રહ્યા હતા.lતેમને રોમેન્ટિક ફિલ્મોના રાજવી ગણવામાં આવતા હતા. હિન્દી ફિલ્મોમાં રોમેન્ટિક  પ્રેમીની ઈમેજ તેમણે  ઊભી કરી હતી.  કારકિર્દીની ઉત્તરાવસ્થામાં પણ એમણે અગ્નિપથ, કપુર એન્ડ સન્સ, 102 નોટ આઉટ, રાજમા ચાવલ જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. પોતાની 50 વરસની ફિલ્મ કારકિર્દીમાં તેમણે  આશરે 135થી વધુ ફિલ્મોમાં ભૂમિકા ભજવી હતી. 

        2018માં તેમને લ્યુકેમિયા- કેન્સર થયું હતું એટલે સારવાર માટે તેઓ ન્યુ યોર્કની 

હોસ્પિટલમાંં એડમિટ થયા હતા. સારવારના 11 મહિના તો  ન્યુ યોર્કમાં રહ્યા હતા. તેનાં  પત્ની નીતુ કપુર સતત તેમની સારવારમાં  સાથે હતા. હકારાત્મક અભિગમ, આનંદી સ્વભાવ અને જીવનને સહજતાથી જીવવાની- માણવાની એમની અનુકરણીય જીવન- શૈલીને કારણે સાજા થઈને ગત સપ્ટેમ્બર-2019માં ભારત પાછા ફર્યા હતા. 

   તેઓ સોશ્યલ મિડિયા પર રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રની  ગતિવિધિ પર પોતાના વિચારો નિર્ભયતાથી નિસંકોચ વ્યક્ત કરતા રહ્યા હતા. 

  ગુરુવારે તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચેસ્ટ ઈન્ફેકશન, શ્વાસની તકલીફ અને  તાવને કારણે તબિયત ખૂબ બગડી હતી. છેલ્લે તેમને વેન્ટીલેટર પર પર રખાયા હતા. સતત રમૂજ કરતા , હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ તેઓ હોસ્પિટલના સ્ટાફ સાથે મનોરંજન કરાવતા, હસતા– ગાતા તેઓ સમય વિતાવતા. જીવનની છેલ્લી ક્ષણોમાં પણ તેમને એચ. એન. હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓ સાથે આનંદથી સેલ્ફી પડાવી હતી. જીવનમાં સફળતા મેળવવા માટે સખત પરિશ્રમ કરો, મહેનત કરો- સતત નિષ્ઠાથી કામ કરતા રહો. એવો સંદેશ આપીને ઋષિજીએ જગતની વિદાય લીધી. 

  તેમની આખરી ઈચ્છા પોતાના પુત્ર રણબીરના લગ્ન જોવાની હતી. પોતાના પૌત્ર- પૌત્રીઓને રમાડવાના તેમને ઓરતા હતા  પણ…તેમના પત્ની નીતુજી તેમના પતિની આખરી ક્ષણ  સુધી સતત તેમની સાથે રહીને સેવા કરતાં રહ્યા. 

      વડાપ્રધાન નરેન્દ્રમોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન, મહારાષ્ટ્રના રાજકીય ક્ષેત્રના મહાનુભાવો તેમજ ભારતના સમસ્ત ફિલ્મ જગતના અગ્રણીઓ, નાના- મોટા કલાકાર- કસબીઓ અને ઋષિજીના લાખો ચાહકો આજે આ પ્રતિભાશીલ કલાકાર અને ઉદારદિલ- ખેલદિસ સ્વભાવના ઉમદા ઈન્સાનને આદરભરી આખરી સલામ કરી રહ્યા છે. 

     આદરણીય લતા મંગેશકરજીએ પણ એમને ભાવભરી શ્રધ્ધાંજલિ આપતાં કહ્યં હતું કે, તે મારા પુત્ર સમાન હતા. મેં એમને મારા ખોળામાં રમાડ્યા છે. આ તે કંઈ ઉંમર હતી જતા રહેવાની …!!

  છેલ્લા બે દિવસમાં ઈરફાન ખાન અને ઋષિ કપુર – બન્ને કલાકારોએ  વિદાય લીધી. હવે એમના સ્વજનો અને ચાહકોની સ્મૃતિઓંમાં  તેઓ સદા જીવંત રહેશે..  મૃત્યુ એ આપણા સૌની અનિવાર્ય નિયતિ છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્  ગીતામાં કહ્યું જ છે- જાતસ્ય હિ ઘ્રુવો મૃત્યુ : જે જન્મે છે, એનું મૃત્યુ નિશ્ચિત છે.. પણ  જયારે જ્યારે કોઈ કલાકારનું  કે સજર્કનું મૃત્યુ થાય છે , ત્યારે આપણું કલાજગત, આપણું  સાસ્કૃતિક વિશ્વ કશુંક ગુમાવે છે. જાણે એના અસ્તિત્વમાંથી કશુંક ખરી પડેછે.. 

      કલાકારનું મૃત્યુ એના ભાવકોના વિશ્વમાં એક શૂન્યાવકાશ- એક ખાલીપો ઊભો કરી જાય છે.. હદય ગાઈ ઊઠે છેઃઃ- તુમ ન જાને કિસ જહાંમેં ખો ગયે.. હમ ભરી દુનિયામે તન્હાં હો ગયે…. ગુજરાત ટાઈમ્સ -ઈરફાન ખાન અને ઋષિ કપુર- બન્ને મહાન કલાકારોને બા અદબ સલામ કરે છે.. ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના………