
આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ બાલાની થોડાક સમય અગાઉ ચર્ચા કરવામાં આવી રહી હતી. એ ફિલ્મની કથા- વસ્તુ એવી હતી કે, યુવક ઉંમર પહેલાં જ ટાલિયો થઈ જાય છે. હવે એ જ વિષય પર બીજી ફિલ્મ આવી રહી છે – ઉજડા ચમન .. આ ફિલ્મમાં મુખ્યભૂમિકા ભજવી રહયો છે યુવાન અભિનેતા સન્ની સિંહ. જેણે અગાઉ પ્યાર કા પંચનામા ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. ઉજડા ચમન ફિલ્મમાં તેણે ચમન કોહલીનું પાત્ર ભજવ્યું છે. ચમન કોહલી હિન્દીનો પ્રાધ્યાપક હોય છે. તેના વાળ જતા રહ્યા હોવાથી તેના મિત્રો, સાથી કર્મચારીઓ તથા કુટુંબીજનો તેની મજાક- મશ્કરી કરતા રહે છે. પરિવારજનો એવી કોમેન્ટ કર્યા કરે છે કે, જો ચમન 30 વરસની ઉંમર સુધી લગન નહિ કરે તોજિંદગીભર એના લગન થશે નહિ, એને આખી જીદંગી કુંવારા રહેવું પડશે.આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. આગામી 8 નવેમ્બરે આ ફિલ્મ રિલિઝ થવાની છે. આ ફિલ્મમાં સન્ની સિંહ ઉપરાંત અપ્સરા બત્રા, સૌરભ શુકલા, ગગન અરોરા, ઐશ્વર્યા સખૂજા જેવા કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે.