હિતેષભાઈ પંડ્યાની ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ તરીકે વરણી

 

જૂનાગઢઃ અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજની તા. ૪થી જુલાઈએ જૂનાગઢમાં મળેલી વાર્ષિક સામાન્ય સભાએ ગાંધીનગર એકમના પ્રમુખ અને મુખ્યમંત્રીશ્રીના ખ્ફુફુશ્ર. ભ્.ય્.બ્. હિતેષભાઈ પંડ્યાની અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી છે.

ગુજરાત ઉપરાંત ભારતના મુંબઈ, ચેન્નાઈ, પૂના, નાસિક, દિલ્હી, કર્ણાટક, કેરળ, કલકત્તા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં અને આફ્રિકા, લંડન, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ વસતા ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના સંગઠન અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા જૂનાગઢ મુકામે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજની વાડીમાં તા. ૦૪/૦૭/૨૦૨૧ને રવિવારે મળી હતી. વિદાય લઈ રહેલા. પ્રમુખ કિશોરભાઈ મહેતાના પ્રમુખ સ્થાને મળેલી આ સભામાં કોરોનાની  ગાઇડલાઇન અને પ્રોટોકોલ મુજબ પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સભામાં હિતેષભાઈ પંડ્યાની ફેડરેશનના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી હતી.

હિતેષભાઈ પંડ્યા રાજકોટના વતની છે અને ૨૦૦૧થી ગાંધીનગર વસ્યા છે અને ૨૦૦૧થી તેઓ મુખ્યમંત્રીશ્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે સેવા બજાવી રહ્યા છે. અને સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી સાથે કામ કરતા રહ્યાં છે. રાજકોટમાં સુપ્રસિદ્ધ દૈનિક પત્ર ફૂલછાબમાં પણ ૧૯૭૮થી ૨૦૦૦ સુધી વિવિધ હોદા્ પર ફરજ બજાવતા હતા. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વદેશી સેવા સંસ્થા ઇન્ડિયન લાયન્સ ક્લબ સાથે ૧૯૯૮થી હિતેષભાઈ જોડાયેલ છે અને  ગુજરાતમાં લગભગ ૭૦ ક્લબો ધરાવતી આ સ્વદેશી ઇન્ડિયન લાયન્સ ક્લબના તેવો  સર્વોચ્ચ સ્થાને છે.

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના આ સંગઠન દ્વારા ૨૦૧૯-૨૦ના સર્વ શ્રેષ્ઠ ઘટક તરીકે પણ હિતેષભાઈ પંડ્યાના વડપણ હેઠળના ગાંધીનગર એકમને એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત જાણીતા ટેબલ ટેનિસ ખેલાડી હિરેન મહેતા (રાજકોટ) વિવિધ ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરનારા અને સિદ્ધિ મેળવનારા ગઢિયા બ્રાહ્મણોને પણ સન્માનિત કરાયા હતા. શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર પૂર્વ શિક્ષણ નિયામક ડો. હર્ષદભાઈ ભટ્ટ (અમદાવાદ) રમતગમત ક્ષેત્રે, ટેબલ ટેનિસમાં ગુજરાતમાં રેન્કર જગદીશભાઈ પાઠક (રાજકોટ બેન્ક અને ઈન્ડિયા) વિવિધ દોડ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર ગાંધીનગરના કાજલબેન સી. ત્રિવેદી, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં સન્માનનીય કામગીરી કરનાર કિશોરભાઈ પંડ્યા (રાજકોટ) ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર હિરેનભાઈ મહેતા (રાજકોટ રેલ્વે) સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્યકર્તા મનીષભાઈ મહેતાને અને ધારી (અમરેલી)ના એવોર્ડી શિક્ષક પ્રકાશભાઈ શર્માને આ સામાન્ય સભામાં સન્માનિત કર્યા હતા.