હિજાબ પર પ્રતિબંધ નથી પણ નક્કી કરાયેલ યુનિફોર્મ પહેરવો: કર્ણાટક સરકાર

 

કર્ણાટક: કર્ણાટકમાં હિજાબ વિવાદ થમવાનું નામ લઇ રહ્યો નથી. આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. હિજાબને લઇ હાઇકોર્ટમાં વ્યાપક પ્રમાણમાં દલીલો થઇ હતી. જોકે આ કેસમાં કોઇ નિર્ણય આવ્યો નથી.  ઉલ્લેખનીય છે કે ત્રણ ન્યાયમૂર્તિની બનેલી ખંડપીઠ આ કેસમાં સુનાવણી કરી રહી છે. સુનાવણી સમયે એડવોકેટ જનરલે કહ્યું કે અરજદારોએ શાળા તથા કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી માગી છે. તેમણે કહ્યું કે, ઇસ્લામ ધર્મનું પાલન કરનાર દરેક મહિલાને હિજાબ પહેરવો જ‚રી છે જ્યારે તેઓ ઇચ્છે છે કે દરેક મુસ્લિમ મહિલાને આવરી લેવામાં આવે.

કેસની સુનાવણી શ‚ થઇ તો કર્ણાટક હાઇકોર્ટના એજીને પૂછવામાં આવ્યું કે શું સંસ્થાઓમાં હિજાબ પહેરવાની મંજૂરી આપી શકાય છે કે નહીં? આ અંગે એજીએ જવાબ આપ્યો કે સરકારના આદેશ અંગે નિર્ણય લેવાની જવાબદારી સંસ્થાઓ પર છોડી દીધી છે. એજીએ કહ્યું કે, સરકારનો આદેશ સંસ્થાઓને ડ્રેસ નક્કી કરવાની સ્વતંત્રતા આપે છે. તેમનું કહેવું હતું કે કર્ણાટક શિક્ષણ અધિનિયમની પ્રસ્તાવના ધર્મનિરપેક્ષ વાતાવરણને ઉત્તેજન આપવાની છે. સીજેએ એજી સમક્ષ પૂછ્યું કે સરકારનો આદેશ કોઇને નુકસકાન પહોંચાડવાનો નથી અને રાજ્ય સરકારે હિજાબ પર પ્રતિબંધ લગાવ્યો નથી. આદેશ ફક્ત એમ કહે છે કે વિદ્યાર્થીઓએ નક્કી કરેલા યુનિફોર્મ પહેરવો જોઇએ, જોકે હવે પોતાની વાંધાજનક બાબત અંગે પેરા 19,20 પર આવો. જો સંસ્થાન હિજાબની મંજૂરી આપે છે તો શું વાંધો છેે? આ અંગે સીજેએ પૂછ્યું કે તેનો અર્થ શું છે, એવું કહેવું છે કે વર્દીનું પાલન કરવાનું છે? તમા‚ શું વલણ છે કે શું સંસ્થાઓમાં હિજાબને મંજૂરી આપી શકાય છે કે નહીં? એજીએ કહ્યું કે સરકારનો આદેશ, શૈક્ષણિક સંસ્થાનો યુનિફોર્મ નક્કી કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્રતા આપે છે