હિંદુ મહાસભાએ અયોધ્યામાં રામ- મંદિરના નિર્માણના મામલામાં જલ્દીથી સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.જેનો  સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો ..

0
856

રામ- જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદના તાત્કાલિક ઉકેલ માટે તાત્કાલિક સુનાવણી કરવા બાબત હિંદુ મહાસભાએ કરેલી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અરજી બાબત સત્વરે સુનાવણી કરવાનો ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે, અદાલત આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરીચૂકી છે. સુનાવણી માટે તારીખ નક્કી કરી દેવામાં આવી છે. અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી વરુણ સિન્હાએ  પિટિશન દાખલ કરી હતી.

અયોધ્યા રામ- મંદિર વિવાદ અગે  ગત 29 ઓકટોબરના સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે આ મામલાની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી મુલત્વી રાખી હતી. સુનાવણી જાન્યુઆરીમાં કઈ તારીખથી શરૂ કરવામાં આવશે તે નક્કી કરાશે. વળી સુનાવણી હાલમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિ્યા રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ 3 ન્યાયાધીશોની ખંડપીઠ કરશે કે પછી તેમાટે નવી ખંડપીઠની રચના કરાશે તે અંગે કશું કહેવામાં આવ્યું નથી. ગત સુનાવણીમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની  અધ્યક્ષતા હેઠળની ખંડપીઠમાં જસ્ટિસ અશોક ભૂષણઁ અને જસ્ટિસ અબ્દુલ નઝીર આ મામલાને સાંભળી રહયા હતા. પરંતુ ત્યારબાદ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તેમના હોદા્ પરથી નિવૃત્ત થયા હતા અને સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈની નિયુક્તિ થઈ હતી