હાસ્ય-કલાકાર સુનીલ ગ્રોવર સલમાન ખાનની  ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે…

0
1000

કોમેડિયન કપિલ શર્મા સાથે વિવાદ થયા બાદ સુનીલ ગ્રોવરે કપિલનો શો છોડી દીધો હતો. સુનીલ ગ્રોવર પોતાની પ્રતિભાના જોરે કશુંક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં વેબ શો- જિયો ધનધનાધન માં શિલ્પા શિંદે સાથે કામ કરી રહયા છે. . હવે સુનીલને એક નવો પ્રોજેક્ટ મળ્યો હોવાના સમાચાર પ્રપ્ત થયા છે. સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ભારતમાં સુનીલ સલમાન ખાનના મિત્રની ભૂમિકામાં રજૂ થશે. આ અગાઉ પણ સુનીલ ગ્રોવરે ગજની, હીરોપંતી, બાગી, ગબ્બર ઈઝ બેક અને લિજેન્ડ ઓફ ભગતસિંહ જેવી ફિલ્મોમાં નાની -મોટી ભૂમિકાઓ ભજવી છે. જાણીતા ફિલ્મ – દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે પણ સુનીલનો પોતાની નવી ફિલ્મમાં ભૂમિકા ઓફર કરી હોવાનું ફિલ્મક્ષેત્રના માહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here