હાલમાં રોડ સેફટી વર્લ્ડ સિરિઝ રમાઈ રહી છે. ….સેમિ ફાયનલમાં યુવરાજ સિંહ અને કેપ્ટન સચિન તેંડુલકર જોરદાર રમત રમ્યા…   

REUTERS/Danish Siddiqui/Files

 

 રોડ સેફટીવર્લ્ડ સિરિઝ   તાજેતરમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતના બે મહાન અને લોકપ્રિય ખેલાડીઓ સચિન તેંડુલકર અને યુવરાજ સિંહે સરસ રમત રમીને દર્શકોના દિલ જીતી લીધાં હતા. ઈન્ડિયા લિજેન્ડે વેસ્ટ ઈન્ડિઝ લિજન્ડ સામે 219 રનનો વિશાલ સ્કોર ખડકી દીધો હતો. ભારતીય ઈનિંગ દરમિયાન મોટાભાગના ખેલાડીઓએ સારી રમત દર્શાવી હતી. જોકે આ ઈનિંગમાં યુવરાજ સિંહની રમત સહુથી અલગ અને જોરદાર રહી હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી મહેન્દ્ર નગામટ્ટુની એક જ ઓવરમાં ચાર છગ્ગા  લગાવ્યા હતા. તેમની રમત પર હાલમાં સોશ્યલ મિડિયા પર બહુજ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. યુવરાજ સિંહે આ જ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા સામે એક જ ઓવરમાં લગાતાર ચાર છગ્ગા લગાવી દીધા હતા.