હાર્લે  ડેવિડસન બાઈક પર ભારત વધુ કસ્ટમ ડ્યુટી લઈ રહયું છે, તે યોગ્ય નથી – પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

0
896
Reuters
REUTERS

 

ભારતે હાર્લે ડેવિડસન મોટર સાયકલ- બાઈક પરની કસ્ટમ ડ્યુટી વધારવાનો લીધેલો નિર્ણય યોગ્ય નથી એવું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. પ્રમુખ ટ્રમ્પે વોશિંગ્ટન ખાતે આયોજિત સ્ટીલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની બેઠકમાં ઉપરોક્ત અભિપ્રાય ઉચ્ચાર્યો હતો.

 

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, અમેરિકા અનેક જાતની ચીજ-વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એને વિદેશોમાં વેચે છે. પરંતુ હાર્લે ડેવિડસન બાઈકના વેચાણ પર અમારે વધુ કસ્ટમ ડ્યુટી ચુકવવી પડે છે. એ દેશનું નામ ભારત છે.

તેમણે  વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે મેંએક મહાન વ્યકિત સાથે વાત પણ કરી હતી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ તાજેતરમાં ફોન પર વાતચીત કરી હતી- જેનો ઉલ્લેખ પ્રમુખ ટ્રમ્પે પોતાના વકતવ્યમાં કર્યો હતો.