હાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરશે,,

0
1082

,

પાટીદાર અનામત આંદોલનના અાગેવાન યુવાન નેતા હાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતરવાના છે. જો કે આ ઉપવાસ આંદોલન માટે તેમને  પોલીસતંત્ર તરફથી કોઈ પણ સ્થળની પરવાનગી આપવામાં આવી નથી. પરંતુ મંજૂરી મળે કે ન મળે હાર્દિક પટેલ ઉપવાસ કરવા બાબત મક્કમ છે. તેઓ પોતાનો નિર્ણય ફેરવવા ઈચ્છતા નથી. અત્યારથી જ તેમના નિવાસ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. રાજયમાં શાંતિ અને સલામતી જળવાય અને કોઈ ધાંધલ – ધમાલ ન થાય તેમાટે પોલીસ તંત્ર પગલાં લઈ રહયું છે. રાજયના તમામ જિલ્લાઓમાં પોલીસને સતર્ક કરવામાં આવી છે. અમુક જિલ્લાઓમાં 144મી કલમ પણ લાગુ કરાઇ છે. અમદાવાદના પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોલીસ અને એસઆરપી ગોઠવવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here