
2015માં થયેલા પાટીદાર આંદોલનમાં મહેસાણામાં તોફાન થયા હતા. જેમા હાર્દિકને જવાબદાર ગણીને તેને અદાલતે બે વરસની જેલની સજા કરી હતી. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ- 1951ની જોગવાઈ અંતર્ગત, હાર્દિક પટેલ ચૂંટણી લડી ના શકે. અદાલતે તેની સજા મુલત્વી રાખવાની કે તેના પર સ્ટે મૂકવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
મહેસાણા જિલ્લાના જાણીતા શહેર વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં ભાંગફોડ અને મારામારી કરવાના કેસમાં હાર્દિકને દોષિત ઠરાવીને બે વરસની જેલની સજા વીસનગરની સેશન્સ કોર્ટે ફરમાવી હતી તેની સામે સ્ટે માગતી હાર્દિક પટેલની રિટ પિટિશનના કેસનો આજે ગુજરાતની હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. હાઈ કોર્ટે હાર્દિક પટેલને દોષી ઠરાવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય અને વાજબી ઠરાવ્યો હતો. લોકપ્રતિનિધિત્વ ધારા અને ચૂંટણી પંચના માર્ગદર્શક નિયમો અનુસાર, હવે હાર્દિક પટેલ ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરી શકે. હાર્દિક પટેલ સામે ઉશ્કેરણીજનક ભાષણ, ભાંગફોડ અને કૌમી વેરઝેર ફેલાવવા સહિતના 17થી પણ વધુ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. હાર્દિક પટેલનો ભૂતકાળ અપરાધોથી ભરેલો હોવાને કારણે તેમને અદાલતમાં કોઈ રાહત મળવાની શક્યતા લાગતી નથી.
સરકાર તરફથી અદાલતને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો કે, હાર્દિકને લોકસભાની ચૂંટણી લડવાની મંજૂરી નઆપવામાં આવે. હાર્દિકની સામે અનેક ગુનોઓ નોંઘવામાં આવ્યા છે.હાર્દિક હંમેશા ઉશ્કેરણીજનક વકતવ્યો આપીને શાંતિનો માહોલ ભંગ કરે છે. સેવા કરવા માટે કોઈ હોદા્ની કે લોકસભાના સાંસદ બનવાની જરૂરત નથી હોતી. લોક-સેવા તો ગમે વ્યક્તિ કરી શકે, તેને માટે માત્ર નિષ્ઠાની જ જરૂર હોય છે. હાર્દિકને લોકસભાની ચૂંટણી લડવાની અનુમતિ આપવામાં આવશે તો સમાજમાં ખોટો દાખલો બેસશે.