હાર્દિક પટેલની પ્રચાર- સભામાં એક યુવકે મંચ પર ચઢીને હાર્દિકને તમાચો મારી દીધો…

0
628

સુરેન્દ્ર નગરમાં તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસની પ્રચાર- સભામાં એક યુવાને મંચ પર ચઢીને હાર્દિકને તમાચો મારી દેતાં ભારે ચકચાર જાગી હતી. હાર્દિક પટેલ થોડા સમય પહેલા  કોંગ્રેસના સભ્ય બુન્યા છે. હાર્દિકને તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લ઼ડવી હતી, પણ તેની સામે અદાલતની કાર્યવાહી ચાલી રહી હોવાને લીધે તે ચૂંટણીની આચારસંહિતા મુજબ અયોગ્ય ઠર્યો હતો. હવે હાર્દિક પટેલ કોંગ્રસ માટે ઠેર ઠેર ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે. આથી હાર્દિક કોંગ્રસનો સ્ટાર- પ્રચારક ગણાય છે. હાર્દિકને જાહેરમાં મંચ પર આ રીતે તમાચો મારીને તેનું અપમાન કરનાર વ્યકિત યુવાન છે તેમજ ગુજરાતના જ વતની છે. તેમનું નામ તરુણ મિસ્ત્રી હોવાનું જાણવા મળ્યું હતું. તરુણ મિસ્ત્રીએ હાર્દિકને તમાચે માર્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ તેને પકડી લીધો હતોતેને મંચની પાછળના ભાગમાં લઈ જઈને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસ માંડ માંડ તેને છોડાવીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગઈ હતી.

    તરુણ મિસ્ત્રીએ સારવાર દરમિયાન  જણાવ્યું હતું કે, હાર્દિકને કારણે ગુજરાતના સામાન્ય માણસોએ ખૂબ હાલાકી સહન કરવી પડી છે. તે ગમે ત્યારે ગુજરાતમાં બંધનું એલાન કરે, હડતાળ પડાવે, નાતજાતના ભેદભાવો ઊભા કરાવે, આ બધાને લીધે લોકો હેરાન થાય છે. હાર્દિક પટેલ જાણે પોતે હિટલર હોય એમ વર્તન કરે છે. લોકતંત્રમાં આવું ના સહન થાય. હાર્દિક પટેલના વિચારો અને તેના ભાષણોથી તરુણો અને યુવાવર્ગ ગેરમાર્ગે દોરવાય છે. મને હાર્દિક પટેલ પ્રત્યે વ્યક્તિગત કશો પ્રોબ્લેમ નથી, પણ એ જે કંઈ કરે છે એના લીધે સમાજને નુકસાન થાય છે. મેં હાર્દિકને તમાચો માર્યો , એ મારો પોતાનો નિર્ણય હતો. મને કોઈએ પણ એમ કરવા માટે કહ્યું નથી. હું એના ખોટા કામનો હંમેશા વિરોધ કરતો રહીશ.

 

સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, તરુણ મિસ્ત્રી ના પિતા મનુભાઈ ગજ્જરે સંપર્ક – માધ્યમોને જણાવ્યું હતું કે, તરુણ વિષે તેઓ હાલ માં કશું જાણતા નથી. છેલ્લા બે અઠવાડિયાથી અમારો એની સાથે કોઈ સંપર્ક થયો નથી. તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે કે નહિ એ વાતની પણ અમને કશી માહિતી નથી.