હાર્દિકે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુંઃ ભાજપમાં જોડાય તેવી શક્યતા

 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓથી નારાજ ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની નબળી નેતાગિરી અને નિર્ણય લેવાની શક્તિને લઇને હાર્દિક પટેલ નારાજ હતા. ત્યારે કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં કોંગ્રેસની સંભાવનાઓને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી ગુજરાતની જનતા કરશે. કોંગ્રેસની ચિંતન શિબિર બાદ હાર્દિક પટેલ બીજા મોટા નેતા છે જેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. થોડા દિવસો અગાઉ હાર્દિક પટેલે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ તે સતત ભાજપની પ્રશંસા કરી રહ્યા છે એવામાં તેઓ ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો છે અને હવે ભાજપના નેતાઓને મળવાથી આ અટકળોએ વધુ વેગ પડ્યો છે.