હાર્દિકની ચૂંટણી લડવાની ઈચ્છા પૂરી નહિ થાય …

0
922

અનામતનું આંદોલન કરીને જાણીતા બનેલા નેતા હાર્દિક પટેલને ત્રણ વરસની જેલની સજા થઈ છે. તેથી કાનૂન તેમજ ચૂંટણીની આચારસંહિતા અનુસાર, તે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી નહિ શકે. આથી પોતાની સજા મોકૂફ રાખવા માટે હાર્દિકે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જે અરજીને હાઈકોર્ટે અમાન્ય ઠેરવીને રદ કરી હતી.આથી હાર્દિક માટે એક જ વિકલ્પ બાકી રહ્યો હતો. તેણે પોતાની સજા અંગે સ્ટે  નહિ આપવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

પરંતુ સુપ્રીમ કોર્ટે આ પિ્ટિશનની તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. આથી ચૂંટણીની ઉમેદવારીની સમય અવધિ પૂરી થવામાં હવે થોડાક દિવસ જ બાકી છે. એટલે હવે એ વાત નક્કી છે કે પાટીદાર નેતા હાર્દિક પટેલ ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરી શકે.