હાફિઝ સઇદને પાકિસ્તાનની કોર્ટે દસ વર્ષની સજા સંભળાવી

 

 

લાહોરઃ મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે દસ વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે સઇદને ટેરર ફંડિગ સાથે સંકળાયેલા બે કેસમાં સજા સંભળાવી છે. સઇદની સાથે જફર ઇકબાલ, યાહયા મુજાહિદ અને અબ્દુલ રહમાન મક્કીને પણ સાડા દસ વર્ષની જેલની સજા સંભળાવી છે. હાફિઝ સઇદની જુલાઇ ૨૦૧૯માં ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે અત્યારે ચાર કેસમાં આરોપ ઘડાયા છે. CTD દ્વારા જમાત ઉદ દાવાના નેતાઓની સામે કુલ ૪૧ કેસ દાખલ કરવામાં આવ્યાં છે, જેમાંથી ૨૪માં ચુકાદા આવી ચુક્યા છે, જ્યારે બાકીના કેસો એટીસી કોર્ટમાં પેન્ડીંગ છે. રિપોર્ટ અનુસાર સઇદ પર આતંકી પ્રવૃત્તિમાં ભંડોળ પુરૂ પાડવું, ગેરકાદેસર રીતે જમીન હડપ કરવાના કેસ ચાલી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here