હાથરસ કેસઃ સુપ્રીમનો યુપી સરકારને આદેશ, પરિવારની સુરક્ષા પર દાખલ કરો એફિડેવિડ

 

નવી દિલ્હીઃ હાથરસ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઘણી મહત્ત્વની ટિપ્પણીઓ કરી છે. એક પીઆઈએલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારને કહ્યું કે, તે ૮ ઓક્ટોબરે કોર્ટને જણાવે કે હાથરસ કાંડમાં પરિવારની સુરક્ષા માટે શું પગલા ભર્યા છે. સર્વોચ્ચ કોર્ટે આ બાબતે રાજ્ય સરકારને પરિવારની સુરક્ષા માટે એફિડેવિડ દાખલ કરવાનું કહ્યું છે. મહત્ત્વનું છે કે હાથરસમાં એક ૧૯ વર્ષની દલિત યુવતીની સાથે ગેંગરેપનો આરોપ છે બાદમાં તેનું મોત થઈ ગયું હતું. 

આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને કહેવામાં આવ્યું કે, ઘટનાની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારે એફિડેવિડ દાખલ કરીને કહ્યું કે તે સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી ચુકી છે અને કોર્ટને વિનંતી કરી કે આ મામલાને સીબીઆઈના હવાલે કરી દેવામાં આવે જેથી સત્ય સામે આવી શકે. ભયાનક, અસાધારણ અને ડરાવણી ઘટનાને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની આગેવાનીવાળી બેચે કહ્યું કે, તે નક્કી કરવામાં આવે કે તપાસ યોગ્ય રીતે થાય. 

સોલિસિટર જનરલ તુષાર મેહતા યુપી સરકાર તરફથી રજૂ થયા અને કહ્યું કે, હાથરસ કેસમાં કેટલાક લોકો દ્વારા નેરેટિવ પર નેરેટિવ બનાવવામાં આવી રહ્યો છે અને તેને ફેલાવવામાં આવી રહ્યો છે. તેને રોકવાની જરૂર છે. ઘટનામાં સીબીઆઈ તપાસની જરૂર છે જેથી તમામ પ્રકારના નેરેટિવ અને ખોટી સ્ટોરીઓ પર વિરામ લાગી શકે. યુપી સરકારે કહ્યું કે, ઘટનાની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવી જોઈએ. આ મામલામાં ત્રણ અરજીકર્તાઓ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાએ કહ્યું કે, મામલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને ટ્રાયલ યુપીથી દિલ્હી ટ્રાન્સફર કરવી જોઈએ. અરજી કરનારે ૧૯ વર્ષની યુવતી સાથે બળાત્કારના કેસમાં પોલીસની તપાસ અને ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. આ દુખદ સ્થિતિ છે કે ૧૯ વર્ષની યુવતીનું મોત થઈ ચુક્યું છે. અમે સીબીઆઈ તપાસ ઈચ્છીએ છીએ. મામલામાં ફ્રી અને ફેયર ટ્રાયલની જરૂર છે. તપાસ સીબીઆઈ કરે અને સુપ્રીમ કોર્ટ કેસની તપાસનું મોનિટરીંગ કરે. કેટલીક રાજકીય પાર્ટીઓ પોતાનું હિત સાધવા માટે નેરેટિવ બનાવી રહી છે.