હાઉસફુલ સિરીઝની આગામી ફિલ્મ ‘હાઉસફુલ-4’ના શૂટિંગનો આરંભ

હાઉસફુલ સિરીઝના શોખીનો માટે આનંદની વાત એ છે કે હાઉસફુલ-4નું શૂટિંગ શરૂ થયું છે. અક્ષય કુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખે હાઉસફુલ ફ્રેન્ચાઇઝીના ચોથા ભાગ માટેના શૂટિંગની સોમવારથી શરૂઆત કરી છે.
ફિલ્મમાં ગ્લેમરસ ઉમેરવા માટે અભિનેત્રીઓ તરીકે ક્રીતિ સેનોન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડે છે. ફિલ્મનું ડિરેક્શન સાજિદ ખાન કરશે. હાઉસફુલ ફિલ્મમાં પુનર્જન્મની થીમ છે, જે આગામી દિવાળી પર રિલીઝ કરાશે. બોલીવુડમાં થઈ રહેલી ચર્ચા મુજબ આ ફિલ્મને થ્રીડીમાં પણ રજૂ કરાશે. જો આવું બનશે તો સૌપ્રથમ થ્રીડી કોમેડી ફિલ્મ બનશે.
આ ફિલ્મથી અક્ષય કુમાર અને બોબી દેઓલ સાત વર્ષ પછી કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે. આ અગાઉ બન્ને કલાકારો 2011માં થેન્ક યુમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કેમેડિયન જોની લીવર પણ છે.
ઉલ્લેખનીય છે કે હાઉસફુલ સિરીઝની વિવેચકો દ્વારા સતત ટીકા કરવામાં આવતી હોય છે, પરંતુ આ સિરીઝ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ થઈ છે. હાઉસફુલ ફ્રેન્ચાઇઝી વિશે સાજિદ ખાને જણાવ્યું હતું કે મને ખબર હતી કે હાઉસફુલ ચાલશે, પરંતુ આટલી સારી ચાલશે તે મારા માટે આશ્ચર્યજનક બાબત હતી. વિવેચકોએ મારી ફિલ્મ હમશકલની ટીકા કરી હતી, પરંતુ વિવેચકોએ તો હાઉસફુલની પણ ટીકા કરી હતી. ખરેખર તો આ આનંદમય-ફન ફિલ્મ છે, જેમાં લોજિક જેવું કંઈ હોતું નથી. નોંધનીય છે કે હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની દરેક ફિલ્મો સુપરહિટ થઈ છે, જે કોમેડી ફિલ્મના ચાહકો માટે છે.