

કેન્દ્ર અને રિઝર્વ બેન્ક વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહયો છે. પરસ્પર થતા અહમના ટકરાવનું પરિણામ ઝાઝુ સુખદ નહિ આવે. જો હાલના રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ જો પોતાના હોદા્ પરથી રાજીનામું આપી દે તો તેમના સ્થાને સરકાર તેમના ઉત્તરાધિકારી તરીકે નાણા સચિવ હસમુખ અઢિયાની પસંદગી કરી શકે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હસમુખ અઢિયા આ મહિનાના અંતે પોતાના હોદા્ પરથી નિવૃત્ત થઇ રહયા છે. હસમુખ અઢિયા ગુજરાત કેડરના અધિકારી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અધિકારીઓમાં તેમનું નામ પણ શામેલ છે. અધિકારીવર્ગ દ્વારા એવી અટકળ કરવામાં આવી રહી છેકે, મોદી સરકાર એમને મહત્વની જવાબદારી સોંપી શકે. હાલમાં વકરી રહેલા કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક વચ્ચેના વિવાદને કારણે સરકાર નારાજ છે. રિઝર્વ બેન્ક તરફથી ધાર્યો સહકાર નહિ મળવાને કારણે સરકારી વહીવટીતંત્રમાં રોષ પ્રવર્તી રહયો છે. સરકાર અને ઉર્જિત પટેલ વચ્ચે અનેક બાબતોમાં મતભેદ હોવાથી અનેક તર્ક- વિતર્ક કરવામાં આવી રહયા છે. ઉર્જિત પટેલ રાજીનામું આપે તો પરિસ્થિતિ બદલાવાનો સંભવ છે.