હવે સ્ટુ઼ડન્ટ વિઝાધારકો માટે નવી આચારસંહિતા જારી કરતું ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર – સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવવામાં આવ્યા

0
946

સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકા જનારા વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ સરકારે નિયમો વધુ સખત બનાવ્યાછે. જે આગામી 9મી ઓગસ્ટથી અમલમાં આવશે. વિઝાના નિયમો પ્રમાણે, સ્ટુડન્ટ વિઝાની મુદત પૂરી થયા પછી 60 દિવસમાં સ્ટુડન્ટે વર્ક વિઝા કે ઈમિગ્રેશન સ્ટેટસ મેળવી લેવાનું હોય છે. જો સમય મર્યાદા ના જળવાય તો તેણે અમેરિકા છોડી દેવું પડે છે. આમ છતાં એ 180 દિવસથી વધુ સમય અમેરિકામાં રોકાય તો તેને આગામી 3થી 10 વરસ સુધી અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકાઈ શકે છે. જો એક વરસથી વધુ સમય એ સ્ટુડન્ટ અમેરિકામાં વસવાટ કરે તો કાયમ માટે એને અમેરિકામાં પ્રવેશ મળતો નથી.