હવે શહીદ જવાનના પરિવારજનોને નાગરિકો આપી શકશે ઓનલાઇન સહાય

 

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ ઍક વેબસાઇટમા ભારતી કે સપૂતલોન્ચ કરશે. વેબસાઇટ નાગરિકોનેઆર્મ્ડ ફોર્સ બેટલ કેજુઅલ્ટીઝ વેલફેર ફંડ’ (AFB-WCF))માં સહાય આપવામાં મદદ કરશે. રક્ષા મંત્રાલય તરફતી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, વેબસાઇટનો શુભારંભ ૧૪ ઓક્ટોબરે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) પરિસરમાં ઍક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

બોલીવુડના સ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચને પણગુડવિલ ઍમ્બેસેડરબનવાની વાતનો સ્વીકાર કર્યો છે.

સમારહોમાં અનેક મોટી હસ્તિઓ સામેલ થશે. દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (ઘ્ઝ઼લ્), ત્રણેય સેનાઓના પ્રમુખ, પરમવીર ચક્ર ઍવોર્ડ વિજેતા અને રક્ષા મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારી, કોર્પોરેટ પ્રમુખ, બેંકોના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, રમત ક્ષેત્રની જાણિતી હસ્તીઓ, અને સેવા આપતા કર્મચારીઓ સામેલ થશે.

દિવસે સક્રિય સૈન્ય અભિયાનોમાં ભાગ લેનારા શહીદ જવાનોના ૧૦ પરિવારજનોને પણ સન્માનિત કરવામાં આવશે. કેટલાક યુદ્ધોમાં ખાસ પ્રદર્શન કરનારા સૈનિકોના માતાપિતા અને સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

AFBCWF ટ્રાઇસર્વિસ ફંડ છે, જેનો ઉપયોગ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નજીકના સંબંધીઓ અને આશ્રિતોને તાત્કાલિક નાણાંકીય સહાય માટે કરવામાં આવે છે. ત્યારે ભારત સરકારે ડ્યૂટી દરમિયાન સક્રિય સૈન્ય અભિયાનો દરમિયાન મૃત્યુ પામેલા વિકલાંગ સૈનિકો માટે મોટી સંખ્યામાં કલ્યાણ યોજનાઓની શરૂઆત કરી છે. દેશભક્ત નાગરિકો, કોર્પોરેટ પ્રમુખો, ઉદ્યોગના માલિકોથી સહાય લઇને ઍક મજબૂત જનભાવનાની અપીલ કરવામાં આવી છે.

સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણને લઇને સારા કામમાં દેશભક્ત ભારતીયોને ભાગીદાર બનવા માટે વેબસાઇટ શરૂ કરવામાં આવી છે