હવે વિધાનસભ્યોનો વારો : ચૂંટણીમાં ટિકિટ આપતાં 50 ટકા ધારાસભ્યનું પત્તુ કપાશે …

 

  2022માં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા રાજ્યો – ગુજરાત અને ઉત્તરાખંડમાં  મુખ્યપ્રધાનોની બદલી કર્યા બાદ હવે ભાજપ આ રાજ્યોમાં પોતાના 50 ટકા વિધાનસભ્યોનું પત્તું કાપવાની વેતરણમાં છે. ખરેખર તો એ સત્તાવિરોધી લહેરનો શમાવવવાનો પ્રયાસ છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે પોતાના 15થી 20 ટકા વિધાનસભ્યોને ચૂંટણી લડવાની ટિકિટ આપી નહોતી. દરેક ધારાસભ્યનો કહેવામાં આવ્યું છે કે, તે પોતાના પાંચ વર્ષના કાર્યનો  અહેવાલ પક્ષને સોંપો, જેથી પક્ષને ખબર પડે કે, પોતાના વિધાનસભ્ય તરીકેના કાર્યકાળમાં કોણે કેટલું કામ કર્યું છે,તો કોણે કામ પડતું મૂક્યું છે- આ અહેવાલના આધારે , વિધાનસભ્યની કરણીના લેખાં- જોખાં તૈયાર કરવામાં આવશે , પછી જેણે જે કર્યું હશે , તેને તે ભોગવવાનો વારો આવશે.. મફત કે લાયકાત વિના મેળવેલું બધું પાછું આપવું પડશે. દરેર વિધાનસભ્યનો તેના સંબંધિત મત- વિસ્તારના વિકાસ માટે ચોકક્સ રકમનું ભંડોળ સરકાર તરફથી મળતું હોય છે. દરેક વિધાનસભ્યે તે નાણાનો ઉપયોગ પોતાના મત- વિસ્તારના લોકોના ભલા માટે , તેમને લાભ થાય તેવા કાર્યો કરવા માટે કરવાનો હોય છે. પરંતુ વાસ્તવમાં વિધાનસભ્યો ડેવલપમેન્ટ  ફંડનો શું અને કેવો ઉપયોગ કર્યો છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે.  હાલમાં દેશમાં ભાજપની સત્તા સામે વિરોધની લહેર પ્રસરી રહી છે, તે લહેરને વિલીન કરવી એ ભાજપ સામે, ભાજપની સરકાર સામે એક મોટો પડકાર છે. આથી જ એમણે ગુજરાતમાં રુપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવ્યા ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here