હવે રાજકારણ પર વેબ સિરિઝ આવી રહી છેઃ ગૌરવ સોલંકી સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છેઃ સૈફ અલ ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે..

0
1127

આજકાલ ટીવી સિરિયલો અને વેબ સિરિઝની બોલબાલા છે. ધીરે ધીરે લોકોના રસ- રુચિમાં પરિવર્તન આવી રહ્યું છે. મોટા પરદા પર, મલ્ટીલેક્સમાં મુવી જોવા જવાનું વલણ હવે ઓછું જાય છે. લોકોને હવે એમના ઘરમાં બેસીને નિરાંતે, પોતાની ફુરસદના સમયે મનોરંજન મેળવવું ગમે છે, અને એ હાથવગું છે. તેમના ખિસ્સાને પોસાય એવું પણ છે.  

  વેબ સિરિઝમાં પણ લોકોનો રસ વધી રહ્યો છે. વિવિધ વિષયો, બોલ્ડ રજૂઆત, દમદાર, સંવાદો અને અભિનય- દર્શકોને આકર્ષે છે. એકતા કપુરની વેબ સિરિયલો લોકપ્રિય બની છે. હવે રાજકારણની ગતિવિધિને કેન્દ્રમાં રાખીને એક વેબસિરિઝ તૈયાર કરવામાં આવી રહી છે. જેનું નામછે- તાંડવ. અગાઉ   ફિલ્મ આર્ટિકલ 15ની સ્ક્રીપ્ટ લખનારા પ્રતિભાશાળી લેખક ગૌરવ સોલંકી આ વેબસિરિઝ લખી રહ્યા છે. જેમાં સૈફ અલી ખાન મહત્વની ભૂમિકા ભજવશે. આ સિરિઝનું નિર્દેશન અલી અબ્બાસ જફર કરશે. તાંડવમાં ભૂતકાળ અને વર્તમાનની રાજકારણ વિષયક ઘટનાઓની રજૂઆત કરવામાં આવશે. રાજકારણની ચહેલપહેલ, રહસ્યભરી ગતિવિધિ, કાવાદાવા, પ્રપંચો, સત્તા મેળવવા માટે કેવા કેવા કૃત્યો કરવા પડેછે, રાજકારણમાં કોણદોસ્ત, કોણ દુશ્મન- આ તમામ રસપ્રદ વાતોની અસરકારક રીતે, ધારદાર સંવાદો સાથે, કલાકારોના પ્રતીતિકર  અભિનય સાથે તાંડવમાં જોવા મળશે.