હવે દેશમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે..

 

      કોરોનાનો કેર ક્રમશ શમી રહ્યો છે. વિશ્વના લાખો – કરોડો લોકોના જીવનને નષ્ટ કરનારો આ મહારોગ હજી દુનિયામાંથી સંપૂણર્પણે વિદાય નથી થયો. પણ હવે ભારતમાં પરિસ્થિતિ સુધરી રહી  છે. આમ છતાં તાજેતરમાં ગત મંગળવારે 21 સપ્ટેમ્બરે સંક્રમણના કુલ 26 હજાર કેસ સામે આવ્યા હતા. એમ્સ તબીબી સંસ્થાના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયા ના જણાવ્યા અનુસાર,કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી. જોકે તેમણે એવી ચેતવણી આપી હતીકે, જયાં સુધી ભારતમાં દરેક વ્યક્તિ ને રસી ના મળે ત્યાં સુધી સહુએ સાવધાની રાખવી જ પડશે. જરાક સરખી લાપરવાહી મોટું  નુકસાન કરાવી શકે. ખાસ કરીને તહેવારોના દિવસોમાં સહુએ ભીડથી બચતા રહેવાની જરૂર છે. ડો. ગુલેરિયાએ  કહ્યું હતું કે, ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 25 હજારથી 40 હજારની સંખ્યાની વચ્ચે આવી રહ્યા છે. મતલબ કે ધીરે ઘીરે સંક્રમણમાં  ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સારી વાત છે. રાહત થાય એ સ્વાભાવિક છે, પણ હજી આપણને ગાફેલ રહે પાલવે તેવું નથી. હજી કોરોનાથી રક્ષણ મેળવવા માટેની ગાઈડલાઈનનું આપણે સહુએ ચુસ્તપણે પાલન કરવું જ પડશે. તો જ આપણે જેમ બને તેમ દેશને કોરોના મુક્ત કરી શકીશું .  

    ડો. ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલ્દી સામાન્ય ફલુ, સાધારણ શરદી કે ઉધરસ જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે વાયરસ વિરુધ્ધ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. રસી લેનારાઓના મનમાં હજી પણ એવો સવાલ છે કે, આ રસી શું  જીવનભર આપણી રક્ષા કરી શકશે..દુનિયાના તમામ દેશોના લોકો રસી મૂકાવી દે એ આશયથી ભારત સરકારે વેકસીન મૈત્રી કાર્યક્રમની આગામી ઓક્ટોબર માં શરૂઆત કરવાની ઘોષણા કરી હતી.