હવે દરેક ખૂણામાં પવન આવશે, આઠેય દિશામાં ફરી શકે તેવા સીલિંગ ફેનની શોધ

 

સુરતઃ સુરત જિલ્લાના કામરજના લઘુઉદ્યોગકાર રોહિત કારલિયાએ એન્જિનિયરિંગ અને ફેબ્રિકશન ક્ષેત્રમાં નવી શોધ કરી ઘરની ચારેય દિશામાં ફરી શકે અને પવન ફેંકી શકે તેવા સીલિંગ ફેનની શોધ કરી છે. સાથે સાથે આ નવીન પ્રકારની શોધની ઉઠાંતરી ન થાય તે માટ વૈશ્વિક કક્ષાએ પેટન્ટ માટે એપ્લિકેશન પણ ફાઇલ કરી છે. જેથી તેમની આ પ્રોડક્ટને રક્ષણ મળી શકે.

કામરેજના રોહિતભાઈ કારલિયા વર્ષોથી એન્જિનિયરિંગ અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ અઘરામાં અઘરા એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ પોતાના અનુભવથી ઉકેલી શક્યા છે. તેઓ છેલ્લા ૫-૭ વર્ષથી વિવિધ પ્રકારના પંખાઓ પર ત્રણચાર મહત્ત્વની શોધો પર કામ કરી રહ્યાં છે તેમાંથી એક સંશોધન પુરી કરી તેમણે રિજસ્ટર્ડ પેટન્ટ અૅટન અનિલ સરાવગી હસ્તક પેટન્ટ ફાઇલ કરી છે અને હવે તેની વૈશ્વિક કક્ષાએ ભ્ઘ્વ્ એપ્લીકેશન ફાઈલ કરી રહ્યાં છે, જેથી તેમની શોધને વૈશ્વિક સ્તરે પ્રોટેકશન મળી શકશે.

આ પેટન્ટની વિશેષતા અને નવીનતા એ છે કે સીલિંગ ફેન જે હંમેશા નીચે તરફ દિશામાં જ હવા ફેંકે છે તેને રોહિતભાઈએ ૩૬૦ ડિગ્રી ફેરવી શકવાની ટેક્નોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીની ખાસ વાત એ છે કે પંખાને ૩૬૦ ડીગ્રી ફેરવવા માટ કોઈ મોટર કે પાવરની જરૂર પડતી નથી. આ ૩૬૦ ડિગ્રી ફરતા સીલિંગ પંખાથી રૂમની ચાર દીવાલોના ખૂણા સુધી પવન પહોંચવાના કારણે બે-ત્રણ પંખાને બદલે એક પંખાથી કામ ચાલી જાય છે. તદુપરાંત રૂમમાં બધી વ્યક્તિઓને એક સરખો પવન મળી રહે છે.

રોહિતભાઈને માગર્દશર્ન આપનાર પેટન્ટ એટર્ની અનિલ સરાવગી કહે છે કે આ ટેક્નોલોજી વિશ્વમાં પહેલીવાર વિકસાવવામાં આવી છે અને ખરેખર નવીન સંશોધન છે, હાલમાં રોહિતભાઈ આ પંખાનું મોટા પાયે ઉત્પાદન કરવા માટ કાર્ય કરી રહ્યા છે.