હવે ટ્રેનમાં જ વોટ્સ એપ મેસેજથી સ્વાદિષ્ટ ભોજન મંગાવી શકાશે

 

નવી દિલ્હી: ભારતીય રેલવે પ્રવાસીઓની સુવિધા માટે પ્રતિદિન હાઈ ટેક થતું જાય છે. મોટા ભાગની સેવાઓ ઓનલાઈન આપી રહેલી રેલવેએ વધુ એક સેવા સાવ સરળ કરી નાખી છે. ટ્રેનમાં બેસો એટલે ભૂખ લાગે. ખાસ કરીને ગ્રુપમાં ગયા હોવ તો કંઈને કંઈ ખાવાનું મન થાય. રેલવે આમ તો વેબસાઈટ દ્વારા તમને જે તે સ્ટેશનના જાણીતા રેસ્ટોરાં-ફૂડ પ્લાઝા સાથે જોડી જ દે છે, પરંતુ હવે આ સેવા સાવ સરળ થઈ ગઈ છે. તમારે માત્ર એક વોટ્સ એપ મેસેજ કરવાનો છે ને ભોજન થઈ જશે હાજર. વોટ્સ એર નંબર ૮૭૫૦૦૦૧૩૨૩ પર મેસેજ કરવાનો છે. જેમણે રેલવેની એપ ડાઉનલોડ નથી કરી તેઓ પણ રેલવે સાથે સંલગ્ન રેસ્ટોરાંની યાદી જોઈ શકશે અને પોતાની મનપસંદ ડીશ મંગાવી શકશે. બીજા તબક્કામાં વોટ્સએપ નંબરથી જ સંપર્ક થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં અમુક જ ટ્રેનના પ્રવાસીઓ માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. સેવા બદલ ગ્રાહકોનો શું અનુભવ છે અને સૂચનો છે તે જાણી ધીમે ધીમે તેને સૌ કોઈ સુધી પહોંચાડવામાં આવશે. હાલમાં ઈ-ખાનપાન દ્વારા લગભગ ૫૦,૦૦૦ જેટલા રેલ પ્રવાસીઓ દિવસદીઠ ભોજન ઓર્ડર કરે છે.