હવે ગ્રાહકને કોઈ ખોટી રીતે છેતરી નહિ શકે, કોઈ ખોટી હેરાનગતિ નહિ કરી શકે. ..

0
735

 

ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતો નવો કાયદો ટૂંક સમયમાં અમલમાં આવી રહ્યો છે.ડોકટરો અને વકીલો પણ આ કાનૂનના        દાયરામાં આવશે.. સરકારના કાનૂનને કારણે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવામાં આવશે…

ગ્રાહક મંત્રાલય વિભાગ દ્વારા ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019ના નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ વરસના એપ્રિલ મહિના સુધીમાં તમામ નિયમોને તૈયાર કરી દેવામાં આવશે. સંબંધિત મંત્રાલયના અધિકારીઓ બધા હિતધારકો સાથે ચર્ચા કરીને નિયમોને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે. આ કાનૂન હેઠળ પરિવહન, બેન્કિંગ, દૂરસંચાર, વીમો, ભોજન, નિવાસ, મકાન નિર્માણ, મનોરંજન , સમાચાર અથવા માહિતી પહોંચાડવાની કામગીરી વગેરે સામેલ છે. આ કાનૂનને કારણે ગ્રાહકોના હિતનું સારી રીતે રક્ષણ થશે. . તેમની સાથે છેતરપિંડી નહિ થાય.