હવે ગુજરાતમાં સત્તાવિરોધ કરવો પડી શકે ભારે

 

અમદાવાદઃ ગુજરાતમાં હવે કલમ ૧૪૪નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ-૨૦૨૧માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ ત્ભ્ઘ્ સેક્શન ૧૮૮ હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે. 

ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે છે કારણકે ગુજરાતમાં હવે કલમ ૧૪૪નું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં આ બિલ રજુ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિન પાસે ગયુ હતું જેના પર મોહર લાગી ગઈ હતી. ગુજરાત વિધાનસભામા આ બિલ વર્ષ ૨૦૨૧ના માર્ચમાં રજૂ કરવામાં આવ્યુ હતું. 

આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે પોલીસ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ આઈપીસી ધારા ૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. હવે ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં ઘ્ય્ભ્ઘ્ની કલમ ૧૪૪નો ભંગ કરનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બિલને રાષ્ટ્રપતિઍ મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ પાસેથી આ બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધી શકે તેમજ આ સાથે હવે સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here