હળવદની દીકરી અમેરિકાના ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોબ માટે સિલેક્ટ 

 

સુરેન્દ્રનગરઃ હળવદની મેઇન બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા સ્વ. પુરૂષોત્તમ ઠાકરની દીકરીની પૌત્રી ભવ્યા અતુલ રાવલ અમેરિકાના ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જોબ માટે સિલેક્ટ કરાયેલી ઍક માત્ર વિદ્યાર્થિની છે. શુદ્ધ ગુજરાતી માધ્યમમાં ભણેલી છોકરી અમેરિકાના ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થશે ઍવી ક્યારેય કલ્પના નહોતી કરી. દર્શના અતુલ રાવલની દીકરી ભવ્યા અતુલ રાવલ અમેરિકાની અગ્રણી કોલેજમાં ઍમઍસ ફાઇનાન્સમાં ફર્સ્ટ (૯૯.૭૫ ટકા) આવી હતી. અમેરિકાના ઍજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તેના સિલેક્શન પહેલા સાત જણાની સમિતિઍ ઇન્ટરવ્યૂ લીધો હતો. ભવ્યા રાવલ મૂળ હળવદના જ સ્વ. લતાબહહેન રમેશચંદ્ર જાનીની દોહિત્રી થાય. અમેરિકામાં તેના પ્રોફેસર્સે અમેરિકામાં પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટ જોબ ભવિષ્ય માટે વધુ પ્રગતિ કરતા હળવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી