હરિયાણામાં ભાજપ અને જેજેપી સાથે મળીને સરકારની રચના કરશે. દિલ્હીમાં ભાજપના નેતાઓ અને દુષ્યંત ચૌટાલા સહિત જેજેપીના નેતાઓએ ચર્ચા કરી.. 

0
1014

     પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણામાં નવી સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. એના ભાગરૂપે દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને જેજેપીના (જનનાયક જનતા પાર્ટી)ના પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ પરસ્પર વિચાર- વિમર્શ કર્યો હતો. જેજેપી ભાજપને સમર્થન આપવા તૈયાર છે. આથી ભાજપ  જેજેપીના સહકારથી સરકારની રચના કરશે. જેમાં મુખ્યપ્રધાન પદ ભાજપને અને ડેપ્યુટી મુખ્યપ્રધાનપદ જેજેપીને આપવામાં આવશે. બન્ને પક્ષના નેતાઓ ટૂંકસમયમાં રાજ્યપાલને મળીને રાજ્યમાં સરકાર બવાવવા માટે પોતાની દાવેદારી પેશ કરશે. બન્ને પક્ષો વચ્ચે મળેલી બેઠકમાં હરિયાણાના હાલના મુખ્યપ્રદાન મનોહર લાલ ખટ્ટર, અનુરાગ ઠાકુર, ભાજપના મહાસચિવ અનિલ જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. હરિયાણાનેને એક સ્થિર સરકાર મળે તે માટે ઉપરોક્ત બન્ને પક્ષોનું સાથે મળવું અત્યંત જરૂરી હતું. હરિયાણા વિધાનસભાની કુલ 90 બેઠકો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને માત્ર 40 બેઠકો મળી છે. આથી બહુમતી પુરવાર કરવા માટે ભાજપને અન્ય 6 વિધાનસભ્યોના ટેકાની આવશ્યકતા છે. જેજેપી 10 બેઠકો જીતી છે. જેજેપીના વિધાનસભ્યોના ટેકા સાથે હરિયાણામાં હવે સ્થિર સરકાર બનવાનો માર્ગ ખુલ્લો થયો છે.